Tuesday, June 30, 2026
HomeGeneralBreaking : 'ઉપર આવીને ટપાલ આપી જા, નહીંતર', જાણો કચ્છ જિલ્લા પંચાયત...

Breaking : ‘ઉપર આવીને ટપાલ આપી જા, નહીંતર’, જાણો કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખનાં ઘરે શુ બન્યું…?

- Advertisement -

જયેશ શાહ (નવજીવન.કચ્છ): ટપાલ આપવાને મામલે ગુરુવારે કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં ઘરનો એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખનાં પતિદેવ અને ટપાલી વચ્ચે થયેલી માથાકૂટ બહાર આવી છે. ટપાલ ઘરમાં ઉપર આવીને આપી જવાને મુદ્દે ટપાલી તથા તેનાં પુત્ર સાથે પંચાયત પ્રમુખની તીખી નોંક્ઝોક બહાર આવી છે. જેમાં મામલો એટલી હદે વણસી ગયો હતો કે, બંને પક્ષ એકબીજા ઉપર ગંભીર પ્રકારનાં આક્ષેપ કરી રહ્યા છે. અને વાત જાનથી મારી નાખવા સુધી પહોંચી ગઈ હતી.



કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ રમેશભાઈ કારાનાં ઘરે ગુરુવારે આ ઘટના બની હતી. જેમાં રમેશભાઈ કારાનાં જણાવ્યા પ્રમાણે, માધાપર ગામનાં ટપાલી રમેશભાઈ ચૌહાણનો દીકરો દિપક તેમનાં ઘરે ટપાલ આપવા આવ્યો હતો. ટપાલી પુત્ર દીપકને તેમણે ઘરમાં ઉપરનાં માળે આવી ટપાલ આપી જવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને નીચે આવીને કવર લઈ જવા કહ્યું હતું. આ વખતે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા પણ ઘરમાં જ હતા. ‘બેટા-બેટા’ કહીને બોલાવી સમજાવવા છતાં ટપાલી પુત્ર દીપક ગુસ્સેથી જ વાત કરી રહ્યો હતો. અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા માધાપરમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનું કહીને, રમેશભાઈએ ગામનો જ દીકરો હોવાને પગલે તેને માફ કરી દીધો હતો તેમ જણાવી મામલો પતી ગયો છે તેમ કહ્યું હતું.

બીજું બાજુ જયારે આ મુદ્દે માધાપરનાં ટપાલી રમેશભાઈ ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમની તબિયત સારી ન હોવાને કારણે તેઓ તેમનાં દીકરાને લઈને ટપાલ વહેંચવા ગયા હતા. અને જયારે તેઓ કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પારુલબેન કારાના ઘરે ગયા ત્યારે તેમનાં પતિ રમેશભાઈ કારાએ તેમને અને તેમનાં પુત્રને ઉપર આવી ટપાલ આપી જવાનો દુરાગ્રહ રાખ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ, અગાઉ એક ખૂન કેસમાં આવી ગયેલા રામેશભાઈએ સત્તાનાં નશામાં તેમની સાથે ગેરવર્તણૂક પણ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સમગ્ર મામલામાં બંને પક્ષ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલે જો આ અંગે સીસીટીવી ફૂટેજ લઈને તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત સામે આવી શકે છે.


- Advertisement -



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular