નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ આજે યુક્રેન ઘણું પછતાતું હશે. ક્યારેક રુસથી મળેલી સુરક્ષા ગેરંટી છલમાં આવીને તેણે જ પોતાના પરમાણુ હથિયાર નષ્ટ કરી દીધા હતા અથવા મોસ્કોને સોંપી દીધા હતા. હાં, આજે યુક્રેનના પાસે તે હથિયાર રહેતા તો રુસ પણ આવી એકતરફી આક્રમણ કાર્યવાહી કરતાં પહેલા હજાર વખત વિચારતું. દુનિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા રુસ સહિત બીજા પરમાણુ સંપન્ન દેશ સીધા યુદ્ધથી પોતાને દુર રાખતા રહ્યા. હાલ વાત યુક્રેનની કરીએ કે યુક્રેનની આ કહાની તે સૌથી નિર્બળ સાબિત થયેલા પરમાણુ બોમ્બ્સની છે જેમને બેકાર થવાને કારણે આજે આ દેશ તબાહી જોઈ રહ્યો છે.
આ કહાની શરૂ થાય છે સોવિએટ સંઘ (સોવીએટ યુનિયન યુક્રેન)ના પતનથી. સોવિએટથી અલગ થઈને ઘણા દેશ બની ગયા. પરમાણુ શસ્ત્રગારના પગલે સૌથી મોટો દેશ હોવાને કારણે રુસને સોવિએટનું ઉત્તરાધિકારી માનવામાં આવ્યું. જોકે બેલારુસ, કજાકિસ્તાન અને યુક્રેનની કસ્ટડીમાં પણ તે સમયે પરમાણુ હથિયાર આવી ગયા હતા. વિચારવાની વાત એ છે કે તેમાંથી યુક્રેનના પાસે સૌથી વધુ પરમાણુ હથિયારોનો ભંડાર હતો. બંને બેલારુસ અને કજાકિસ્તાને પોતાના પરમાણુ હથિયાર રુસને સોંપી દીધા હતા.
અમેરિકી વૈજ્ઞાનિકોનું માનીએ તો સિવિએટ સંઘના અલગ થયા પછી યુક્રેન પાસે અંદાજે 3000 ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપન હતા, જે મોટા સૈન્ય પ્રતિષ્ઠાનો અને નેવીના બેડાને નિશાન બનાવી શકતા હતા. તે ઉપરાંત 2000 સ્ટ્રેટજિક પરમાણું હથિયાર મળ્યા હતા જે ઘમા શહેરોને કાટમાળના ઢેરમાં બદલી નાખે તેવી તાકાત ધરાવતા હતા.
જોકે યુક્રેનની બદનસીબી તો જુઓ કે બધા પરમાણુ હથિયાર તેણે ખુદ જ રુસને સુપ્રત કર્યા હતા. સ્ટ્રેટજિક હથિયારોમાં 176 ઈંટરકોન્ટિનેંટલ બેલેસ્ટિક મિસાઈલ્સ જેવા, એસએસ-19 અને એસએસ 24 શામેલ હતા. યુક્રેન પાસે અંદાજે 1000 ક્રૂઝ મિસાઈલ્સ હતી, જેને 25 ટીયુ-95 એમએસ અને 10 ટીયુ- 160 બોમ્બર્સના બડા સાથે લગાવી શકાતા હતા. યુક્રેનના પાસે ત્યારે ઓછામાં ઓછા 20 ટીયુ- 22એમ અને 60 જુના ટીયુ-22 બોમ્બર્સ હતા જેમીડિયમ રેન્જ એરક્રાફ્ટમાં આવે છે.
સોવિએટ સંઘના વિઘટન પછી યુક્રેનના પાસે દુનિયાના ત્રીજા સૌથી મોટા પરમાણુ હથિયાર હતા. તે સમયે યુક્રેન પાસે રુસથી પણ વધુ ટીયુ-160 બોમ્બર્સ હતા. જોકે યુક્રેનની ગંભીર આર્થિક સ્થિતિઓમાં આ વિશાળ શસ્ત્રાગારને મેન્ટેન કરવો મુશ્કેલ બની રહ્યો હતો. જોકે તે સાથે સાથે તે પરમાણુ બોમ્બ્સને ઉપયોગ કરવાની યુક્રેનની ક્ષમતા પણ શંકાસ્પદ હતી કારણ કે તે હથિયારોનો કંટ્રોલ મોસ્કોમાં બતાવાઈ રહ્યો હતો.
તેના કરતાં સૌથી ઉપર પશ્ચિમી દેશો અને અમેરિકાને ડર લાગી રહ્યો હતો કે આર્થિક સ્થિતિ નબળી છે તેવા દેશ પાસે પરમાણુ બોમ્બ્સનો ભંડાર પડ્યો છે. રુસ અને અમેરિકા પોતાના સ્તર પર એક્ટીવ થઈ ગયા હતા. વ્યાપક ચર્ચાઓ અને બેઠકો પછી યુક્રેને રુસ અને યુકે તથા અમેરિકાની સાથે વર્ષ 1994માં બુડાપેસ્ટ મેમોરેન્ડમ પર સહી કરી દીધી. યુક્રેને પોતાના પરમાણુ હથિયારો, ડિલિવરી સિસ્ટમને નષ્ટ કરવા માટે રાજી હોવાની તૈયારીઓ બતાવી. તેથી પશ્ચિમે નાણાકીય મદદ કરવાની વાત કરી. આ એગ્રીમેન્ટમાં યુક્રેનને આશ્વાસન અપાયું કે રુસ, અમેરિકા અને યુકે તેને ધમકી નહીં આપવા દે અને તેની સીમાઓની રક્ષા કરતા સંપ્રભુતાનું સમ્માન કરશે. આજની સ્થિતિ જુઓ હવે, તે જ રુસ હવે યુક્રેનમાં ઘુસી ચુક્યું છે. તેના ફાઈટર જેટ અને ટેન્ક તબાહી મચાવી રહ્યા છે પરંતુ યુદ્ધતો યુક્રેનને જ લડવાનું છે. સંભાવના બતાવાઈ રહી છે કે તાકતવર રુસના આગળ યુક્રેન વધુ સમય સુધી લડી શકશે નહીં.
યુક્રેનના નેતાના ત્યારના નિર્ણય પર હવે દેશ રડી રહ્યો છે. તે ગેરંટીની પણ વાત કરી કહ્યો છે જેને અમેરિકા અને રુસે આપી હતી. યુક્રેનના સાંસદ એલેક્સી ગોનચારેંકોએ ગુરુવારે ભારે હૃદયથી કહ્યું, માનવ ઈતિહાસમાં યુક્રેન પહેલો દેશ છે જેણે પરમાણુ હથિયારો સોંપી દિધા, જે 1994માં ત્રીજો સૌથી મોટો ભંડાર હતો. અમેરિકા, યુકે અને રુસે ગેરંટી આપી હતી. ક્યાં છે તે ગેરંટી? હવે આપણા પર બોમ્બ્સ ફેંકવામાં આવી રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે.
યુક્રેનનો સંકટ બતાવે છે કે રાષ્ટ્રીય હિત કોઈ પણ સમજુતી અથવા ભાવનાઓમાં આવીને બંધ ન થાય, હાં પરિસ્થિતિઓ પણ ઘણા હદે જવાબદાર હોય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












