Monday, June 22, 2026
HomeGeneralધોળકાઃ તલાટીની કચેરીમાં ACB ત્રાટકી, તલાટી ઓપરેટર જમીનના પેઢીનામાના કામમાં માગતા હતા...

ધોળકાઃ તલાટીની કચેરીમાં ACB ત્રાટકી, તલાટી ઓપરેટર જમીનના પેઢીનામાના કામમાં માગતા હતા લાંચ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ધોળકાઃ ધોળકાના કસબા તલાટી ગીરીરાજસિંહ વાઘેલા અને ત્યાંનો ઓપરેટર પાર્થ પટેલ 20 હજારની લાંચના એસીબીના છટકામાં પકડાઈ ગયા હતા. મામલતદાર ઓફીસ ધોળકા ખાતે એસીબી દ્વારા છટકાનું આયોજન કર્યું હતું જેમાં કસબા તલાટીની કચેરીના આ બંને મુરતીયાઓ ઝડપાઈ ગયા હતા. જમીનના પેઢીનામામાંથી નામ કાઢવાને મામલે 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી.



અહીં વાત એવી બની કે આ ફરિયાદીના કાકાની જમીનમાં હિસ્સેદાર અપરણીત અને નિઃસંતાન મરણ ગયા હોવાને કારણે તેમનું નામ કમી કરી પેઢી નામું બનાવવાનું હતું. જેને માટે ધોળકા કસબા તલાટી ગીરીરાજસિંહ ભાવુભા વાઘેલાએ 1 લાખ રૂપિયા માગ્યા હતા જેમાં રકઝક કર્યા પછી 20 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે આ નક્કી કરેલી રકમ પણ ફરિયાદી આપવા માગતા ન હતા તેમણે આ સંદર્ભમાં એસીબી (લાંચ રુશવત બ્યૂરો)નો સંપર્ક કર્યો હતો. તેમણે એક છટકું આયોજીત કર્યું અને ગીરીરાજસિંહના પેટે લાંચની રકમ ત્યાંના ઓપરેટર પાર્થ અંબાલાલ પટેલને આપી દેવાનું કહ્યું હતું. જે 20 હજાર આરોપીએ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular