Monday, June 22, 2026
HomeGeneralપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનાં 500 કરોડના આક્ષેપોનો ટ્વિટ કરીને જવાબ આપ્યો

પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનાં 500 કરોડના આક્ષેપોનો ટ્વિટ કરીને જવાબ આપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ દ્વારા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીના વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને દંડક સી જે ચાવડા દ્વારા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર જમીનનું 500 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ આક્ષેપોનો જવાબ આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો અને કોંગ્રેસનાં આક્ષેપોને પાયવિહોણા ગણાવ્યા હતા.



- Advertisement -

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “મારો દિકરો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા રહે છે. છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી. આજ સુધી પરિવાર સાથે રહેવાની તક બહું ઓછી મળી છે. હવે મુખ્યમંત્રીપદમાંથી રાજીનામું આપ્યા બાદ થોડો સમય હોવાથી અમેરિકા ગયો છું. સાડા પાંચ દસકથી સતત સેવાકીય – રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. મારા પર કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. મેં નિસ્વાર્થપણે બધાના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી.”

વિજય રૂપાણીએ વધુમાં એવું પણ જણાવ્યું કે, “500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ કર્યું નથી. કમળો હોય એને બધું પીળું જ દેખાવવાનું. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. કોઈપણ જાતની તપાસ માટે હું તૈયાર છું કારણ કે, સાચને ક્યારેય આંચ આવતી નથી. છેલ્લા કેટલાંક સમયથી મારા રાજકારણની કારકિર્દીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જે અંતર્ગત કોંગ્રેસે 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો ખોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ લગાવેલા આરોપો સાવ ખોટા છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે જમીન ફેરબદલની મેં મંજૂરી આપી છે અને આ જમીન હેતુ ફેરબદલની મંજૂરીમાં કે અન્ય કોઈપણ બાબતમાં કૌભાંડ કે તોડને કોઈ સ્થાન જ નથી. જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ અને પારદર્શક છે.”

રાજકોટ કમિશનકાંડ અંગે તેમણે જણાવ્યું હતું કે, “રાજકોટ પોલીસ કમિશનરના મામલામાં પણ મને બદનામ કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, જેમાં પણ મારી કોઈ ભૂમિકા કે મારા પર થયેલા આક્ષેપ સાચા સાબિત થયા નથી અને હવે આ 500 કરોડનું કૌભાંડ કર્યાના તદ્દન પુરાવા વગરના આરોપો લગાવી કોંગ્રેસ માત્ર મારી રાજકારણની કારકિર્દીને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે, કોંગ્રેસ પાસે અગાઉ પણ મુદ્દાઓ ન હતા, આજે પણ નથી એટલે ફક્ત મનફાવે તેમ મનસ્વી રીતે બફણાંટ કરે છે.”

- Advertisement -



- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular