Tuesday, June 30, 2026
HomeGeneralઅમદાવાદઃ જંગી પોલીસ કાફલો લઈ DCP પ્રેમસુખ ડેલુ ગુંડા બકુખાનના બંગલે પહોંચ્યા,...

અમદાવાદઃ જંગી પોલીસ કાફલો લઈ DCP પ્રેમસુખ ડેલુ ગુંડા બકુખાનના બંગલે પહોંચ્યા, જાણો પછી શું થયું

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં થોડા સમય અગાઉ પોલીસના ઝોન 7માં કેટલાક કુખ્યાત ગુંડાઓનું રાજ હતું. ડીસીપી પ્રેમસુખ ડેલુની નિમણૂંક થયા બાદ તેમણે આ ગુંડારાજ પુરું કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં સુલતાન ખાન ગેંગ, નઝીર વોરા ગેંગ, અઝહર કીટલી ગેંગ અને કાલુ ગરદન ગેંગના મુખ્ય ગુંડાઓને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે અને હવે આ ગુંડાઓની ગેરકાયદેસર મિલકતો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે વેજલપુર વિસ્તારમાં આજે ડીસીપી પ્રેમસુખ ડેલુ 100 જેટલા પોલીસ કર્મચારીઓ, ધોડેસવાર પોલીસ કર્મચારીઓ સાથે ગુંડાની મીલકતો પર તવાઈ બોલાવા આવી પહોંચ્યા હતા.

- Advertisement -




આજે સુલતાન ખાન ગેંગના ખજાનચી કહેવાતા બકુખાનના બંગલાને પોલીસ અને AMC દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. ગુજસીટોકના ગુનામાં બકુખાનની ધરપકડ કરીને તેને કલમ 268ની કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં આવેલા બકુખાનના બે માળના ગેરકાયદે બંગલાને આજે તોડી પાડવામાં આવ્યો છે. આ બંગલામાં જ સુલતાન ખાન ગેંગના તમામ ગેરકાયદે કામોનું પ્લાનિંગ થતું હતું અને દરેક કામને અહિયાથી જ અંજામ આપવામાં આવતું હતું.

મળતી માહિતી મુજબ બકુખાનના આ બંગલાનું 7થી 8 લાખ રૂપિયાનું લાઇટબિલ પણ ચૂકવવાનું બાકી છે. જ્યારે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ તેમની સામે કાર્યવાહી કરવા આવે તો તેમણે પણ ડરાવી ધમકાવીને ભગાડી દેતા હતા. આ વાત પોલીસના ધ્યાને આવતા પોલીસ દ્વારા AMCના કર્મચારીઓને સાથે રાખીને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી માટે 100 જેટલા પોલીસ કર્મચારીઓ, ધોડેસવાર પોલીસ કર્મચારીઓ હજાર રાખવામાં આવ્યા હતા. તેમજ સર્વેલન્સ માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી.


- Advertisement -

આ અંગે ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતું કે, “ગુજસીટોકના આરોપી બકુખાનના બંગલાને આજે AMCના કર્મચારીઓને સાથે રાખીને તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ બંગલા પર સુલતાન ખાન ગેંગની મોટા ભાગની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ માટે પ્લાનીંગ કરવામાં આવતુ હતુ. આ લોકોની તેમના વિસ્તારમાં ધાક હોવાને કારણે AMC અને ટોરેન્ટના કર્મચારીઓ અહીંયા જવામાં ડરતા હતા, જેના કારણે પોલીસને સાથે રાખીને આ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને ઘોડેસવાર પોલીસને પણ તેનાત કરવામાં આવી હતી, તેમજ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular