નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં પોલીસની સતર્કતા ઉપર સવાલ ઊઠે તેવી ઘટના દિવસેને દિવસે વધી રહી છે. સુરતમાં થોડા દિવસ અગાઉ થયેલી ગ્રીષ્મા નામની યુવતીની હત્યાના ઘા હજુ તાજા જ હતા ત્યારે સુરતના જ પલસાણા તાલુકામાં એક 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ અમાનવીય કૃત્યના કારણે આ માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં જોળવા વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલી એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા એક પરિવારમાં બે બાળકીઓ છે. જ્યારે માતા પિતા નોકરી કરવા ગયા હતા તે દરમિયાન નાની બાળકી દુકાનમા કઈક લેવા ગઈ હતી ત્યારે એક નરાધમે 12 વર્ષની બાળકીને એકલી જોઈને તે જ બિલ્ડીંગના એક બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બાળકીને બેભાન અવસ્થામાં જ આ રૂમમાં બંધ કરીને ભાગી ગયો હતો.
સાંજે જ્યારે બાળકીના માતા પિતા ઘરે આવ્યા અને બાળકી ન મળતા તેમણે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બંધ રૂમની બહાર તાળું જોતાં તેમણે તાળું તોડ્યું તો બાળકી અંદર લોહીલુહાણ હાલતમાં પડી હતી. માતા પિતા તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધી બાળકીએ પોતાનો જીવ ત્યજી દીધો હતો. બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આ ઘટનાના સંદર્ભે સુરત જિલ્લાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શકમંદ લોકોને પકડીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. આ બિલ્ડિંગમાં જ રહેતા કોઈ વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેવી શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નજીકના જ કોઈ વ્યક્તિએ આ પ્રકારનું ગંભીર કૃત્ય કર્યું હોય તેવું પોલીસ માની રહી છે.
પોલીસ ઈન્સ્પેકટર ડી કે ચૌધરીએ જણાવ્યું હતું કે, “ગુમ થયા બાદ કલાકો સુધી માસૂમ બાળકીનો મૃતદેહ એજ એપાર્ટમેન્ટના પાછળના ભાગે એક બંધ રૂમમાંથી મળી આવ્યો હતો. માતા પિતા મજૂરી કામ કરે છે. બે શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જરૂરી છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












