Monday, June 29, 2026
HomeGeneralમૃત દાદાની આંખો જીવંત રાખવા મોદી પરિવારે શું કર્યું વાંચો :...

મૃત દાદાની આંખો જીવંત રાખવા મોદી પરિવારે શું કર્યું વાંચો : મોડાસાના ધીરજલાલ મોદીનું 84 વર્ષે મૃત્યુ થતા પરિવારે નેત્ર દાન કર્યું

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : નેત્રદાન કરવાથી આવતા જન્મે અંધ જન્મીશું જેવી અનેક ગેરમાન્યતા ના કારણે લોકો તેમના સ્વજનના મૃત્યુ પછી નેત્રદાન કરતા નથી જો કે નેત્ર દાન અંગે ધીરે ધીરે લોકોમાં જાગૃતતા વધી રહી છે. ગુજરાત સહીત સમગ્ર દેશમાં આંખો થકી રંગ બેરંગી દુનિયા જોવા માંગતા અસંખ્ય નેત્રહીન સામે નેત્રદાન કરનાર દાતાઓ અલ્પ સંખ્યક છે. અરવલ્લીના મુખ્યમથક મોડાસા શહેરમાં ૮૪ વર્ષે એક વૃદ્ધનું મોત થતા તેમના પરિવારજનોએ તેમના દાદાની આંખો મૃત્યુ પછી પણ જીવંત રહે અને કોઈની આંખોની રોશની બને તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આઈ બેંકને નેત્રદાન કરી માનવતા મહેકાવી હતી નેત્રદાન માટે રજીસ્ટ્રેશન કરાવી અન્ય નેત્રહીન લોકોની રોશની બનવા મોડાસા લાયન્સ ક્લબે શહેરીજનોને આહવાન કર્યું હતું.



- Advertisement -

કલ્પના કરો કે જો તમારી પાસે આંખો ન હોય તો શું તમે વિશ્વની સુંદરતા જોઈ શકો છો. આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે જીવવા માટે આંખો હોવી કેટલું જરૂરી છે આંખ મનનો અરીસો કહેવાય છે. માણસના મનના ભાવ ઘણી વાર બોલાયેલા શબ્દો કરતાં આંખોથી છલકાઈ જાય છે. આંખ પાસે પોતાની એક આગવી ભાષા છે. ઘણાની આંખો બહુ બોલકી હોય છે તો ઘણાની સાવ મૂંગી. જેમ મનમાં અઢળક વિચાર ચાલતા હોય એમ આંખોમાં અઢળક ભાવ વહેતા હોય છે.

મોડાસા શહેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા ધીરજલાલ જમનાદાસ મોદીનું જૈફ વયે કુદરતી મોત નિપજતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન થકી નેત્રહીન વ્યક્તીની રોશની પ્રગટાવવાનો નિર્ણય લઇ શહેરના ખ્યાતનામ આઈ સર્જન ર્ડો.કાંતિભાઈ પટેલ અને લાયન્સ ક્લબ મોડાસાનો સંપર્ક કરવામાં આવતા ર્ડો.કાંતિભાઈ પટેલ અને તેમની ટીમે લાયન્સ ક્લબના સહયોગથી વૃદ્ધના ચક્ષુદાનને સુયોગ્ય કુલિંગ સીસ્ટમ સાથે રામાણી બ્લડ બેંકની મદદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ આઈ બેંકને સુપ્રત કરી હતી. પરિવારે વૃદ્ધ સ્વજનનું નેત્ર દાન કરી અન્ય લોકોને પણ નેત્રદાન કરવા રાહ ચીંધી હતી.

સ્વજનના મૃત્યુ પછી કઈ રીતે નેત્રદાન કરી શકાય વાંચો…!!

- Advertisement -

કોઈ ગંભીર માંદગી ન હોય એવી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી નેત્રદાન કરી શકે છે.કોર્નિયાની પારદર્શકતા ગુમાવવાથી દૃષ્ટિ ખોઈ બેઠેલા લોકોને કોર્નિયાનું દાન મળે તો તેમની દૃષ્ટિ પાછી આવી શકે છે. મૃત શરીરની આંખોમાં કોર્નિયા છ કલાક સુધી જીવંત રહે છે અને નેત્રદાન કરવા ઇચ્છુક મૃતકના પરિવારજનોએ નેત્રદાન માટે હૉસ્પિટલમાં જવાની જરૂર નથી હોતી. આઇ-બૅન્ક અથવા તો સરકારમાન્ય ચક્ષુદાન કેન્દ્રમાં તમે ત્વરિત સંપર્ક કરી શકો છો. આઈ બેંકના તબીબ તેમની ટીમ સાથે ચક્ષુદાન કરવા માંગતા પરિવારના ઘરે પહોંચી ફક્ત ૧૫ થી ૨૦ મિનિટમાં ચક્ષુદાન મેળવી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરે છે. મૃત્યુ પછી કોર્નિયા ૬ કલાક સુધી જીવંત રહેતા હોવાથી નેત્રદાનની પ્રોસેસ ૬ કલાકમાં પુર્ણ થવી જરૂરી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular