Monday, June 29, 2026
HomeGujaratસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઈ-રીક્ષા ચલાવતી બહેનોનું શોષણ થાય છે: મનસુખ વસાવાએ ઉઠાવ્યા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઈ-રીક્ષા ચલાવતી બહેનોનું શોષણ થાય છે: મનસુખ વસાવાએ ઉઠાવ્યા સવાલ

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપળા કલેકટર કર્યાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ. કે. વ્યાસ પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ સહિત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આદિવાસી મહિલાનું શોષણ થાય છે અને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર બાબતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.



નાંદોદના ધારાસભ્ય પી. ડી. વસાવાએ એસ.ટી બસ સેવાઓને લગતી કરાયેલી રજૂઆતના ઉકેલ સંદર્ભે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના પ્રશ્નો અને રજૂઆતોના ઉકેલ સંદર્ભે પણ સુચનાઓ અપાઇ હતી. આ તમામની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના વિકાસને અવરોધ રૂપ પ્રશ્નો ઉઠાવ્યા હતા. મનસુખ વસાવાએ પ્રશ્નો ઉઠવતા જણાવ્યું હતું કે જિલ્લાના સિંચાઇથી વંચિત તાલુકાઓ જેવા કે ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાને નર્મદા ડેમમાંથી લિફ્ટ કરીને પાણી મળવું જોઈએ કે પછી ખેડૂતમિત્રોને બોર – મોટરની વ્યવસ્થા વીજ કનેક્સન સાથે કરી આપવી જોઈએ. નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇ- રિક્ષા ચલાવતી બહેનોને દર મહિને 9000/- હપ્તો ભરવો પડે છે છતાં પણ બહેનો એમની માલિક નથી થતી અને એમનું શોષણ થાય છે તો હપ્તા પત્યા પછી માલિકી તેઓની પોતાની થવી જોઈએ. નર્મદા જિલ્લામાં થતા વિકાસના કામો ઝડપથી અને ગુણવત્તા યુક્ત થવા જોઈએ. રાજપીપળા શહેરના સીટ નંબર 32 ના નવાફળિયા વિસ્તારમાં માછી સમાજના રહેઠાણોને પ્રોપર્ટી કાર્ડ આપવા જોઈએ. નાંદોદ તાલુકામાં બિન આદિવાસીને આદિવાસીનો દાખલો આપ્યો જેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરો.







- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular