Monday, June 29, 2026
HomeGeneralરાજકોટ: દીકરીને સાવકા પિતાએ ઢોર માર માર્યો, હાલત ગંભીર થતાં...

રાજકોટ: દીકરીને સાવકા પિતાએ ઢોર માર માર્યો, હાલત ગંભીર થતાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાઇ

- Advertisement -

નવજીવનન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પિતાના નામે હેવાન હોવાનો કિસ્સો પ્રકાશિતમાં આવ્યો છે. પિતાને પત્નીના પૂર્વ લગ્નથી આવેલી દીકરી પસંદ ન હોવાના કારણે તેને ઢોર માર માર્યો હતો. જો કે માર માર્યા બાદ દીકરીને સારવાર અર્થે લઈ જવાની પણ તેની પત્નીને ના પાડીને ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે. માસૂમ દીકરીની ગંભીર હાલત માતાથી ન જોવાતા હોસ્પિટલ લઈ આવી હતી.



પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ધોરાજી નજીક આવેલા પાટણવાવ ગામની ઘટના સામે આવી છે. જ્યાં પત્નીના પૂર્વ લગ્ન દરમિયાન આવેલી દીકરીને સાવકા પિતાએ ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે બાળકીના માતાનું કહેવું છે કે અગાઉ મારા લગ્ન થયા હતા ત્યાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ બીજા લગ્ન કરતાં તેમની સાથે દીકરી પણ સાથે આવી હતી. જે તેના પતિ ધર્મેશને પસંદ ન હતી.



વધુમાં જણાવતા કહ્યું હતું જે ગત 7 ફેબ્રુઆરીએ મારા પતિ અને નણદોઈ સંજય મુછડિયાએ દીકરીને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ મારી દીકરી અનેક દિવસો સુધી પીડા સહન કરતી રહી. છતાં પતિ અને સંજય હોસ્પિટલ લઈ જવા ન હતો દેતો. દીકરીની હાલત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલ લઈને આવી છું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular