Monday, June 29, 2026
HomeGeneralબી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ઈમરજન્સી અને Covid ડ્યુટીમાંથી અળગા રહેવાનો નિર્ણય...

બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ઈમરજન્સી અને Covid ડ્યુટીમાંથી અળગા રહેવાનો નિર્ણય કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા સિવિલ હોસ્પીટલમાં આવેલી બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમ છતાં તેમના પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી. છેલ્લા ત્રણ માહિનામાં જુનિયર ડોક્ટર્સ દ્વારા અલગ અલગ રીતે પોતાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિદ્યાર્થીઓએ બી જે મેડિકલ કોલેજના ડીન, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સુધી પોતાની ફરિયાદ માટે રજૂઆત કરી છે.



ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં તેમની સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા હવે તેમણે પોતાની ફરજ પરથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. બી જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ એશોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ જુનિયર ડોક્ટર્સ હવે ઈમરજન્સી અને COVID ડ્યુટી બંધ કરી રહ્યા છે. જુનિયર ડોક્ટર્સ એશોસીએશન દ્વારા પહેલા જણાવવામાં આવ્યું હતું કે તેઓ 22 ફેબ્રુઆરીથી ડ્યુટી બંધ કરવાના હતા પરંતુ ગઇકાલે ગુજરતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને રેસિડેન્ટ ડોકટર્સને મળવાની ના પડી હતી જેના કારણે રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા આજથી પોતાની ફરજથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


બી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો આક્ષેપ છે મેડિસિન વિભાગના હેડ અને પ્રાદ્યાપક કમલેશ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચર કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં તેમણે અનેક જગ્યાએ રજૂઆત કરી છે તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ત્રણ મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલુ હોવા છતાં કમલેશ ઉપાધ્યાય સામે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા એટ્લે હવે છેલ્લે તેમણે હવે પોતની ફરજ પરથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular