નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ હોસ્પિટલ્સ અને સ્કૂલ્સમાં ફાયર એનઓસી માટે ચેતવણી આપવામાં આવી રહી હતી. તેમ છતાં હાલ 71 હોસ્પિટલ્સ અને 229 સ્કૂલ તેવી છે જેમની પાસે ફાયર એનઓસી નથી. આવી હોસ્પિટલ અને સ્કૂલ માટે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આગ લાગે ત્યારે સ્કૂલ અને હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ શકે છે જેના કારણે ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે જે હોસ્પિટલ્સ ફાયર એનઓસી ધરાવતી નથી તેવી હોસ્પિટલ્સમાં હવેથી માત્ર ઓપીડી જ ચલાવી શકશે. આવી હોસ્પિટલ્સમાં કોઈ પ્રકારનું ઓપરેશન કરી શકશે નહીં ઉપરાંત કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી શકશે નહીં. જે સ્કૂલ્સ પાસે ફાયર એનઓસી નથી તે હવે ઓફલાઇન કે ફિઝિકલ ફંક્શન કરી શકશે નહીં. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે 71 હોસ્પિટલ્સ અને 29 સ્કૂલ્સ એવી છે જેમની પાસે ફાયર એનઓસી નથી.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં થયેલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને કોચિંગ ક્લાસમાં થયેલી આગની ઘટનાઓ બાદ ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ટકોર કરવી પડી હતી. અત્યારે જે પણ બિલ્ડીંગ પાસે બીયુ પરમીશન અને ફાયર એનઓસી નથી તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. ફાયર એનોસી ન ધરાવતી હોસ્પિટલ્સ અને સ્કૂલ્સને હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












