નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરી દ્વારા વકતૃત્વ સ્પર્ધામાં નક્કી કરાયેલા વિષયો પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષયને લઈ વિવાદ સર્જાયો હતો. આખા વિશ્વમાં ગુજરાત જે ગાંધીના કારણે જાણીતું છે તે ગાંધીના હત્યારાને આવી રીતે સરકારી કાર્યક્રમમાં હીરો તરીકે ચિતરવામાં આવી રહ્યો છે. તેટલું જ નહીં પણ ગાંધીની નિંદા કરીને ગોડસેને હીરો તરીકે દર્શાવવા વાળા વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક આપીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
વલસાડમાં તિથલ રોડ પર આવેલી કુસુમ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવા વાળા નાથુરામ ગોડસેને આદર્શ તરીકે દર્શાવતો વિષય રાખવામા આવ્યો હતો. જેના કારણે આ વિવાદનો મુદ્દો બન્યો હતો. શાળામાં બાળકોને જે ભણાવવામાં આવે છે તે બાળકોના ઘડતરમાં મોટો ભાગ ભજવે છે, જો સ્કૂલમાં જ બાળકોને આવી રીતે ગાંધીના હત્યારા ગોડસેને આદર્શ તરીકે દર્શાવવામાં આવશે તો બાળકોનું ભવિષ્ય કયા માર્ગ પર જશે?
આ સમગ્ર મામલો બહાર આવતા ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા અને સંસ્કૃતિક વિભાગને તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે પગલાં લેવાના સૂચનો કર્યા છે. પણ અહિયાં સવાલ એ છે કે આવું થયું જ કેમ? શું વલસાડના જિલ્લા શિક્ષણ અધિકારી આ વિષયથી અજાણ હતા? નિતા ગવલી કે જે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના અધિકારીએ આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તેમની સામે સરકારે કડક પગલા લેતા તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, “વલસાડમાં એક શાળામાં સરકારના યુવક સેવા સંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવેલી વકતૃત્વ સ્પર્ધામાં ગોડસેને, કે જે ગોડસે પૂજ્ય મહાત્મા ગાંધીના હત્યારા છે તેમણે હીરો તરીકે ચિતરવાનું જે કામ કરવામાં આવ્યું છે, કોમળી વના બાળકોમાં આ પ્રકારની વિકૃતિ અને હિંસાની વાત ગુસાડવાનો જે પ્રયત્ન થયો છે મને તેવું લાગે છે આ ચિંતાનો વિષય છે. જે મહાત્મા ગાંધી શાંતિ અને અહિંસાના માર્ગે દેશને આઝાદ કરાવ્યો તે મહાત્મા ગાંધી સામે RSS અને ભાજપના પ્રયાસો છે તે ગંભીર અને ચિંતાનો વિષય છે. આની સામે મુખ્યમંત્રી કેમ મૌન છે? યુવક સેવા સંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી કેમ મૌન છે? RSS અને ભાજપ કેમ ઇતિહાસ બદલવા માગે છે? જેનો આઝાદીના ઈતિહાસમાં કોઈ યોગદાન નથી તે આઝાદીનો ઇતિહાસ બદલવાની સાજિશ કરે છે તેના માટે કેમ મુખ્યમંત્રી મૌન છે. તેનો જવાબ ગુજરાત અને ગુજરાતની જનતા માગે છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












