નવજીવન ન્યૂઝ. રાજકોટ: દેશમાં ખેડૂતો ક્યારેક કુદરતનો માર તો ક્યારેક ઓછા ભાવનો માર સહન કરવા મજબુર હોય છે. તેમાં હવે બિયારણમાં પણ છેતરપિંડી થવા લાગી છે ત્યારે ખેડૂતો ચારેબાજુથી માર સહન કરતા થયા હોય તેવો ઘાટ રચાયો છે. આવી જ સ્થિતી જામકંડોરણાના ખેડૂતોની જોવા મળી રહી છે. જેના પગલે ખેડૂતોએ નવી રીતે વિરોધ નોંધાવી પોતાની આપવીતી વર્ણવી હતી.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના હજારો ખેડૂતો ડુંગળીના પાકના નકલી બિયારણથી છેતરાયા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. જેના કારણે ખેડૂતોએ પોતાની આપવીતી સરકાર સુધી પહોંચાડવા નવી રીતે વિરોધ નોંધવતા જોવા મળ્યા હતા.
જામકંડોરણાના ખેડૂતોએ ડુંગળીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતુ. બિયારણના વિક્રેતાએ નકલી બિયારણ આપી દેતા ખેડૂતોને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. નકલી બિયારણના કારણે ખેડૂતોની ડુંગળીનો વિકાસ થયો નહીં હોવાનું આ ગામના ખેડૂતો જણાવી રહ્યા છે. આ નકલી બિયારણના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન સહન કરાવનો વારો આવ્યો છે.
નકલી બિયારણના કારણે ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. આ મામલે ખેડૂતોએ કંપનીનો સંપર્ક કર્યો ત્યારે કંપની અને વિક્રેતા ગલ્લા તલ્લા કરતા હતા તેવું ખેડૂતોએ જણાવ્યું હતુ. જેના કારણે ખેડૂતોએ એકત્રીત થઈ ડુંગળીને ક્રિકેટના દડા ની જેમ ઉપયોગ કરી ક્રિકેટ મેચ રમી હતી. મેચમાં જે ખેડૂતો વિજયી બન્યા તેમને ડુંગળીના બિયારણના બોક્ષ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા.
રોષે ભરાયેલા ખેડૂતોએ સુત્રોચાર કરી કંપની વિરૂધ્ધ નારા બોલાવ્યા હતા. ખેડૂતો જણાવે છે કે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કંપની દ્વારા છેતરપીંડીનું મોટું કારસ્તાન બહાર આવે તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












