Monday, June 29, 2026
HomeGeneralગાંધીનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચાઈઓની હડતાલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા

ગાંધીનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચાઈઓની હડતાલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલીકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ છેલ્લા 50 દિવસથી પોતાની માગોને લઈને હડતાળ કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાતનાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ સફાઈ કર્મચારીઓની હડતાળમાં તેમની સાથે જોડાયા છે. ઉલ્લેખનીય છે આ સફાઈ કર્મચારીઓ પોતાના મહેકમની માગણીને લઈને છેલ્લા 50 દિવસથી હડતાળ કરી રહ્યા છે, જેમાં છેલ્લા 6 દિવસથી ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રમુખ કિરીટભાઇ વાઘેલા આમરણ ઉપવાસ કરી રહ્યા છે.



સફાઈકર્મચારીઓ દ્વારા મુખ્ય માગણી કરવામાં આવી રહી છે કે સફાઈ કર્મચારીઓની જે ખાલી જગ્યા પડી છે તેને ભરવામાં આવે અને મહેકમ મુજબ તેમના પગારની ચુકવણી કરવામાં આવે. અત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં 400થી વધારે સફાઈ કર્મચારી માટે જગ્યા ખાલી પડી છે તેમ છતાં હજારોની સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પાસે કોન્ટ્રાક્ટ પર કામ કરાવવામાં આવી રહ્યું છે.

આ મુદ્દે જિગ્નેશ મેવાણીએ તેમણે સમર્થન આપ્યું હતું અને જણાવ્યુ હતું કે, “ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગુજરાત અને દેશમાં છેલ્લા 7 વર્ષમાં નવા રોજગાર તો ન ઊભા થયા પણ 8 કરોડ લોકોએ પોતાના રોજગાર ગુમાવ્યા છે. આ સંજોગોમાં સરકારે બેરોજગારોને શોધી શોધીને નોકરી આપવી જોઈએ એની જગ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકામાં 400 જેટલા પદો ખાલી પડ્યા છે ત્યારે આ સફાઈ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર નોકરી કરાવવામાં આવી રહી છે. 50 દિવસથી તેમણે હડતાળ કરી રહ્યા છે કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી.”



તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ” કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આ સફાઈ કર્મચારીઓ જો બે દિવસ રજા પાડે તો તેમના 4 દિવસના પૈસા કાપે છે. એટલું જ નહીં પણ તેમણે હજારો રૂપિયાની સ્માર્ટ વોચ આપવામાં આવી છે આ વોચમાં તેમની એક એક મિનિટની તકેદારી રાખવામા આવી રહી છે. અધિકારીઓએ સમય પર પોતાની ફરજ પર આવે કે ન આવે પણ આ સફાઈ કર્મચારીઓ સમય પર ફરજ પર આવવા જોઈએ. 14 હજાર રૂપિયા તેમની પગાર સ્લીપ પર છે પણ તેમણે માત્ર 4-5 હજાર રૂપિયા ચુકવવામાં આવે છે. આજે હું લેબર કમિશનર અને લેબર સેક્રેટરીને મળીને આવ્યો છું. તેમણે તપાસ કરવાની બહેધરી આપી છે. આ તમામ કર્મચારીઓની એક જ માગ છે કે તેમને તેમના મહેકમ મુજબ પગારની ચુકવણી થાય અને આ ગાળામાં પટ્ટારૂપી જે સ્માર્ટ વોચ આપવામાં આવી છે તેનાથી છુટકારો મળે. હું આ તમામ કર્મચારીઓને મારૂ સમર્થન આપું છું.”

- Advertisement -






લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular