નવજીવન ન્યૂઝ.જામગર: ગુજરાતના દરિયાકિનારાથી અવાર-નવાર ડ્રગ્સ ઝાડપતું રહે છે ત્યારે આજે જામનગર મધદરિયેથી બે હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. જેમાંથી 529 કિલો હશીશ, 234 કિલો મેથંફેટામાઇન અને હેરોઇનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં મુંદ્રાથી 22 હજાર કરોડ અને મોરબીથીપણ 200 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાઈ ચુક્યું છે. સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી સંપુર્ણ શક્યતાઓ છે ત્યારે વધુ એક વખત ગુજરાતના મધ દરિયેથી ડ્રગ્સ પકડાવાની ઘટના બની છે.
જામનગરના મધદરિયેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ઈન્ડિયન નેવીએ સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર બાબતે એનસીબીના કહ્યા મુજબ પકડાયેલા ડ્રગ્સની અંતારરાષ્ટ્રીય કિંમત અંદાજિત બે હજાર કરોડની છે. એનસીબીને આ પ્રકારના ડ્રગ્સની તસ્કરી થતી હોવાની માહિતી મળી હતી. આ બાબતે નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બને એજન્સીએ સાથે મળીને ઓપરેશન હાથ ધાર્યું હતું. આ પ્રકારનું મધદરિયે ઓપરેશન પ્રથમવાર હાથ ધરવામાં આવ્યું હતું. જે ડ્રગ્સ પકડાયું છે તે પાડોશી દેશોમાંથી દરિયામાર્ગે ભારત અને બીજા અન્ય દેશોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું. ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












