નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના રાંદેર વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ગળું અને ગુપ્તાંગ કપાયેલી હાલતમાં અને પેટના ભાગે મોટી સંખ્યામાં ઘા મરેલી હાલતમાં મળી આવ્યો હતો. સોસાયટીના સભ્યો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પ્રાથમિક જાણકારી મુજબ મૃતક દિપક પ્રજાપતિ જેમની ઉંમર 45 વર્ષ છે, તેમણે છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવના કારણે દારૂના રવાડે ચઢી ગયા હતા. આખો દિવસ દારૂ પીને પત્ની સાથે ઝગડા કરતાં હતા. તેમને એક જ પુત્ર છે જે હાલ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરે છે અને પત્ની ઘર કામ કરીને ગુજરાન ચલાવતા હતા. બેરોજગારીના કારણે તે માનસિક તણાવમાં હતા અને દારૂની લતે લાગી ગયા હતા.
દિપક એક ફર્નિચરનો કારીગર હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ન મળતા તે બેરોજગાર બન્યો હતો અને માનસિક તણાવનો ભોગ બન્યો હતો. દારૂ પીને રોજ પત્ની સાથે મારઝૂડ કરતો હતો જેનાથી કંટાળીને પત્ની 15 દિવસ પહેલા ઘર છોડીને જતી રહી હતી. આજે સવારે સોસાયટીના અન્ય લોકોએ લોહીના ખાબોચિયામાં દીપકનો મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી.
આ અંગે પોલીસે જણાવ્યુ હતું કે, “મૃતક્નો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડેલો મળ્યો હતો. મૃતકના ગુપ્તાંગ અને ગાળાનો ભાગ કપાયેલો હતો અને પેટના ભાગમાં મોટી સંખ્યામાં ઘા મરેલા હતા. મૃત્યુનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આગળની તપાસમાં મૃત્યુનું કારણ બહાર આવી શકે છે.” બીજી તરફ લાશની હાલત જોયા પછી હત્યાનો મામલો હોય તેવી શંકા પણ ઉપજી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ સુરતના રાંદેર વિસ્તારમાં પણ ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ બન્યો હતો. સુરત શહેરમાં વારંવાર બની રહેલા આ પ્રકારના બનાવ કાયદા વ્યવસ્થા માટે ચિંતાના વાદળો સમાન છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












