નવજીવન ન્યૂઝ.મોડાસા: મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુ:ખાવાનું કારણ બની ગઇ છે,શહેરીજનો અને રાહદારીઓ ટ્રાફિકની સમસ્યાથી પીડાઇ રહ્યા હતા ત્યારે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે શહેરની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટાઉન પોલીસ અને ટ્રાફિક પોલીસને ટ્રાફીક ડ્રાઇવ કામગીરી સોંપતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરના રાજમાર્ગનું અસ્તિવત્વ દેખાતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પોલીસને દુકાનદારો અને વાહનચાલકો સામે ઘર્ષણમાં પણ ઉતરવું પડી રહ્યું છે. ટાઉન પોલીસતંત્રની કામગીરી લોકોમાં આવકાર દાયક બની છે, મીડિયા પણ શહેરમાં પોલીસતંત્રની સરાહનીય કામગીરીને લોકો સુધી પહોંચાડી રહ્યું છે.
મોડાસા શહેરને ટ્રાફિક ફ્રી રાખવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ટાઉન પોલિસને ટ્રાફિક ડ્રાઈવની કામગીરી સોંપી દેતા પોલીસ હવે કંટાળી ગઇ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પોલીસ વડા સારી કામગીરી કરવા માંગે, પણ ટાઉન પોલિસને આમાં જરાય રસ નથી કે પછી કંટાળો આવે છે તે સમજાતું નથી. 4 ફેબ્રુઆરીના રોજ ટાઉન પોલિસની ટીમ દ્વારા ચાર રસ્તાથી, બસ સ્ટેશન અને ડુઘરવાડા ચોકડી વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, આ સમય દરમિયાન વાહનો આડેધડ પાર્ક કરેલા હતા, જેને પોલિસે હટાવી દંડ કરવા સહિતની તજવીજ હાથ ધરી હતી, ત્યારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાના વીડિયો સામે આવ્યો હતો. આ ઘટનાનું કવેરજ કરવા પહોંચેલા બે મીડિયા કર્મીઓ પર કામગીરીનો રોષ ઠાલવતા હોય તેમ ટાઉન પોલિસની ટીમે મોબાઈલ છીનવી લીધા હતા.

ટાઉન પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ટ્રાફિક ડ્રાઈવનું કવરેજ મીડિયાએ દર્શાવ્યું હતું તે કદાચ પોલિસને ન પચ્યું અને હવે મીડિયા પર પોલીસ રોષ ઠાલવીને શું સાબિત કરવા માંગ છે તે એક સવાલ છે. જ્યારે દારૂ પકડે ત્યારે પોલીસ વાહવાહી મેળવવા માટે મીડિયાનો સહારો લે છે, હવે પોલીસ ટ્રાફિક ડ્રાઈવથી એટલી હદે કંટાળી ગઇ છે કે, જિલ્લા પોલીસ વડાએ આપેલી કામગીરીનો રોષ મીડિયા પર ઠાલવી રહી છે.
પહેલા શ્યામ સુંદર કોમ્પ્લેક્ષ નજીક એક મીડિયા કર્મીને કવરેજ કરતા ટાઉન પોલિસે અટકાવ્યા હતા, જ્યારે પોલીસની ડ્રાઈવ ડુઘરવાડા ચોકડી નજીક પહોંચી ત્યારે ત્યાં ટ્રાફિક ડ્રાઈવને લઇને હોબાળો થયો હતો, જેનું કવરેજ કરતા અન્ય મીડિયા કર્મીનો જબરજસ્તી મોબાઈલ છીનવવાનો પોલીસ અધિકારીએ પ્રયાસ કર્યો હતો. પોલિસની કોઇ જ સત્તા નથી કે મીડિયાનો મોબાઈલ અથવા તો કેમેરો કવરેજ કરતા છીનવી લે અથવા તો કવરેજ કરતા અટકાવી શકે. રેંજ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની ભલે સારી કામગીરી કરવા માંગતા હોય પણ સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારીઓના આદેશને ઘોળીને પી જતાં હોય અથવા તો આવા આદેશનો અમલ કરવામાં જરાય રસ ન હોય તેવું આજની ઘટના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












