નવજીવન ન્યૂઝ. બાયડ: બાયડના ડેમાઈ ગ્રામ પંચાયતના પેન્ટરપુરામાં ક્ષત્રિય સમાજના વ્યક્તિનું અવસાન થવાથી તેમની અંતિમયાત્રા યોજાઇ હતી. તે વખતે ગામના કેટલાક વ્યક્તિઓએ રસ્તા ઉપર બળદગાડા તથા ખેતીના ઓજારો મૂકી રસ્તો બંધ કરી દેતાં અંતિમયાત્રાને અન્ય રસ્તેથી લઈ જવી પડી હતી. સમગ્ર મામલો બિચકતાં ક્ષત્રિય સમાજના વ્યક્તિઓએ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.


બાયડના પેન્ટરપુરા ગામમાં ઠાકોર સમાજના વ્યક્તિનું મૃત્યુ થતા તેની અંતિમયાત્રામાં પટેલ સમાજના કેટલાક લોકોએ વિઘ્ન નાંખતા ભારે ચકચાર મચી છે સમગ્ર ઘટનાથી ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને દરેક સુખદ-દુઃખદ પ્રસંગમાં હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

બાયડ પ્રાંત અધિકારીને પેન્ટરપુરા ગામના રણજીતસિંહ મંગલસિંહ અને ગ્રામજનોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, પેન્ટરપુરા ગામમાં ઘર આગળ ગ્રામ પંચાયતનો આર.સી.સી. રોડ આવેલો છે. જેમાં સમગ્ર ગ્રામજનોનો રોડ ઉપર થી અવર-જવર કરતા હોય છે. તા.૩૧-૧-૨૦૨૨ ના સુમારે વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયું હતું. જેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પરંતુ ઘરના સામે આવેલા બીજા જ્ઞાાતિના સમાજના ઘર આવેલા છે. દાદાની અંતિમ યાત્રા રોકેલા અને ગ્રામ પંચાયતનો આર.સી.સી. રોડ ઉપર જવા દિધેલ નહી જેથી જાહેર રસ્તા ઉપર ખેતી લાયક ઓજારો અને બળદ ગાડુ રસ્તા ઉપર મુકી દિધું હતું અને આ રસ્તો બ્લોક કરી દિધો હતો વૃદ્ધ વ્યક્તિની અંતિમ યાત્રા માટે બીજા અલગ રસ્તા ઉપર જવુ પડતું હોય છે. બાયડ પ્રાત કચેરીમા રસ્તો ખુલ્લો કરવા માટે બાયડ ની પ્રાત કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આર.સી.સી.રોડ રસ્તાની તકરાર છેલ્લા છ માસથી ચાલે છે. જેથી બાયડના મામલતદારને આ બાબતે અગાઉ રસ્તા માટે ખુલ્લો કરવા માટે કેસ કર્યો છે જેનું પરીણામ હાલ પેન્ડીંગ છે. પેન્ટરપુરા ગામના રસ્તા બાબતે ઝડપથી યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચીધયા માર્ગે ઉગ્ર આંદોલન જવું પડશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












