નવજીવન ન્યૂઝ.સુરત : સુરતમાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયાને થોડા સમય અગાઉ ભારત સરકાર દ્વારા પદ્મ એવોર્ડ મળ્યા બાદ તેમના પરિવારના સભ્યો દ્વારા એક અનોખી સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી છે. સવજીભાઇ ધોળકિયાને તેમના દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ માટે તમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના પરિવાર દ્વારા તેમના માટે એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં તેમણે 50 કરોડની કિંમતનું એક હેલિકોપ્ટર ગિફ્ટ અરવની જાહેરાત કરવામાં આવી હતી.
સુયાર્ટમાં ડાયમંડ કિંગ તરીકે પ્રખ્યાત સવજીભાઇ ધોળકિયા અવાર-નવાર પોતાની ત્યાં કામ કરતાં કારીગરોને ગાડી અને મકની ભેટ આપતા હોય છે તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તેમણે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તેની નોંધ લઈને સરકાર દ્વાર સવજીભાઇ ધોળકિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

તેમને એવોર્ડ મળ્યો તેની ખુશીમાં તેમના પરિવારના સભ્યો દ્વારા 1લી ફેબ્રુઆરીના દિવસે તેમના માટે ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં જાહેરાત કરવામાં આવી હતી કે સાવજીભાઇ માટે સમય ખૂબ જ અગત્યનો છે. તેમણે જાય જવું હોય ત્યાં ઝડપથી આવી અને જઈ શકે તેના માટે અમે તેમણે આ હેલિકોપ્ટર આપી રહ્યા છે.
જોકે સાવજીભાઇ સેવાકીય પરવૃત્તિઓથી જોડાયેલા છે. ગિફ્ટમાં મળેલું આ હેલિકોપ્ટર પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખુલ્લુ મૂકી દીધું છે. તેમણે જણાવ્યુ હતું કે સુરતમાં અત્યાર સુધી કોઈ ખાનગી હેલિકોપ્ટર નથી ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જ્યારે પણ કોઈને પણ ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે તેમણે તેમના એનજીઓના મધ્યમથી આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી શકે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












