Friday, November 20, 2026
HomeNationalરાહુલ ગાંધીના નિવેદન બાદ નરેન્દ્ર મોદી બચાવ મુદ્દામાં, PM મોદીએ મંત્રી પરિષદની...

રાહુલ ગાંધીના નિવેદન બાદ નરેન્દ્ર મોદી બચાવ મુદ્દામાં, PM મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં બચત કરવા પર મૂક્યો ભાર

- Advertisement -

Narendra Modi on defensive following Rahul Gandhi’s statement : અમેરિકાના ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી (Columbia University) માં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે રાહુલ ગાંધીએ કરેલા સંવાદમાં ભારત આર્થિક સંકટ તરફ (Economic crisis in India) આગળ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યા બાદ નરેન્દ્ર મોદી મેદાનમાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીના ભારત મંડપમમાં મંત્રી પરિષદની બેઠકમાં બચત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ‘ખાઓ, પીઓ, મોજ કરો’માં માનતી નથી. PMએ નાણાકીય શિસ્ત જાળવી ગરીબીમાંથી બહાર આવેલા લોકોને ફરી ગરીબીમાં ન ધકેલાય તે માટે હાકલ કરી હતી. FICCI ના શતાબ્દી સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12-13 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાનો દાવો (Narendra Modi’s claim that 50 crore people have emerged from poverty) કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં રોજગારીની તકો ઘટી રહી છે અને આર્થિક અસમાનતા વધી રહી છે. આજનું ભારત એવું નથી, જેનો મજબૂત આર્થિક પાયો કોંગ્રેસે દાયકાઓની મહેનતથી તૈયાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, મીડિયા આ સત્યને દબાવી શકે છે અને વડાપ્રધાન તેનાથી મોં ફેરવી શકે છે, પરંતુ વાસ્તવિકતા બદલી શકાતી નથી. આ આર્થિક આપત્તિ ખુદ વડાપ્રધાન મોદીએ ઊભી કરી છે.

- Advertisement -

FICCI ના સંમેલનમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર વળતો પ્રહાર (Narendra Modi hits back at opposition) કરતાં કહ્યું કે, “ઓક્ટોબરમાં ભારતની માલસામાનની નિકાસ લગભગ 50 અબજ ડોલર રહી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. ભારતના મજબૂત પ્રદર્શનને કારણે મૂડીઝ રેટિંગ્સ, S&P ગ્લોબલ રેટિંગ્સ, ફિચ રેટિંગ્સ, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) જેવી સંસ્થાઓ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરી રહી છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ વધતો નથી. ભારતનો વિકાસ દર લગભગ 7 ટકા રહેવાનો અંદાજ છે.” મોદીએ દાવો કર્યો હતો કે વર્ષ 2011થી 2023 દરમિયાન લગભગ 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે કેન્દ્રીય મંત્રી પરિષદની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં બચત અને નાણાકીય શિસ્ત પર નવેસરથી ભાર મૂકવા આહ્વાન કર્યું હતું. લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં PM મોદીએ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારતની સંસ્કૃતિ બચત પર આધારિત છે, નહીં કે ‘ખાઓ, પીઓ અને મોજ કરો’ની માનસિકતા પર. આ સાથે જ, દેશના યુવાનોને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણ અંગે વાત કરતી વખતે વડાપ્રધાન અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેને જડમૂળથી નાબૂદ કરવા હાકલ કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular