Thursday, November 19, 2026
HomeBusinessચૂંટણીઓ આવી આંશિક રાહત લાવી, ₹2,000 થી વધુની UPI ચૂકવણીઓ પર ટ્રાન્ઝેક્શન...

ચૂંટણીઓ આવી આંશિક રાહત લાવી, ₹2,000 થી વધુની UPI ચૂકવણીઓ પર ટ્રાન્ઝેક્શન ચાર્જનો અમલ મુલતવી રખાયો

- Advertisement -

UPI MDR Charges Rollout Date : ₹2,000 થી વધુના વ્યવહારો પર UPI ચૂકવણીઓ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવાની મોદી સરકારે જાહેરાત કરી ત્યારથી જ દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. જેના પગલે નિર્ધારિત અમલીકરણ તારીખમાં સરકારે ફેરફાર કર્યો હતો. જો કે, હવે સરકારે ટ્રાન્ઝેક્શન ચાર્જની અમલીકરણ તારીખ ચાલુ વર્ષના અંત સુધી મુલતવી રાખી છે. આગામી મહિનાઓમાં આવતી વિધાનસભાની ચૂંટણીઓ આની પાછળનું મુખ્ય કારણ હોવાની ચર્ચા છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ કરવામાં વિલંબના સમાચારને કારણે પેટીએમ અને મોબિક્વિક જેવી કંપનીઓના શેરમાં 9 ટકા સુધીનો ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકાર, RBI અને NPCI વચ્ચે ચર્ચા છતાં નવી અમલીકરણ તારીખ પર હજુ સુધી સંમતિ થઈ નથી. સરકાર આ નિર્ણય લેવા માટે હાલ યોગ્ય સમયની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. NPCI એ ગત 15 ઓક્ટોબર 2026 થી MDR સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી હતી. જોકે, 13 ઓક્ટોબરના રોજ UPI અને સેવાઓ સંચાલન સમિતિ (UPI and Services Steering Committee) એ વ્યવસાયિક માગ અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવારો સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular