- ગતસપ્તાહ સુધીમાં બ્રેન્ટ ૧૬ ટકા અને ડબ્લ્યુટીઆઈ ૧૩ ટકાનો ઘટાડો દાખવતા હતા
- હોર્મુઝ સમુદ્ર્ધુનીમાં શિપમેન્ટનું આવાગમન યુદ્ધ પહેલાની સ્થિતિ તરફ અગ્રેસર
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ગતસપ્તાહે કહ્યું કે ઈરાન સાથે હવે અમે કોઈ શાંતિમંત્રણા કરવા નથી માંગતા, અમને હવે જરૂર પણ નથી. ટ્રુથ સોસીયલ પર તેમણે લખ્યું એ દિવસો હવે પુરા થઇ ગયા. તેમણે જે ડી વાંસને કહી દીધું કે દેશમાં ઘણી વ્યાધિઓ પડી છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ટ્રમ્પએ આવું ત્યારે કહ્યું, જ્યારે બે દેશ વચ્ચે સમાધાની વાટાઘાટો ખુબ આગળ વધી ગઈ હતી. સવારે કહ્યું અને સાંજે ફરી ગયા, પરિણામે બજારમાં મિશ્ર સંકેતો ગયા. જો ઈરાનના વર્તમાન સત્તાવાળા સાથે વાટાઘાટો ચાલુ રાખશું એ તો આપણી હાર ગણાશે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ) એ ગત સપ્તાહે કહ્યું હતું કે તમે ક્રુડ ઓઈલ બજાર પર નજર કરો, ચોથા ત્રિમાસિકમાં મોટી પુરાંત સર્જાવાની છે. ક્રુડ ઓઇલના જહાજો પર હુમલાના સમાચાર વચ્ચે મધ્યપૂર્વના દેશોની નિકાસ, તેની માંગ કરતા વધુ ઝડથી વધી રહી છે. બ્રેન્ટ જુન ૨૦૨૭ વાયદો મંગળવારે ૪.૩૮ ટકા ઘટીને ૯૧.૨૬ ડોલર પ્રતિ બેરલા અને ડબ્લ્યુટીઆઈ ૧ ટકો ઘટી ૮૩.૪૧ ડોલર એશિયન ટ્રેડીંગ સમયે બોલાયો હતો. ૯મા મહિનામાં પહોચેલા અમેરિકા-ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાન યુદ્ધમાં શાંતિ સ્થપાવા જઈ રહી છે, એવી ધારણા વચ્ચે શુક્રવારથી જ ભાવ દબાવા લાગ્યા હતા. ગત સપ્તાહ સુધીમાં બ્રેન્ટ ૧૬ ટકા અને ડબ્લ્યુટીઆઈ ૧૩ ટકાનો ઘટાડો દાખવતા હતા. હોર્મુઝ સમુદ્ર્ધુનીમાં શિપમેન્ટનું આવાગમન યુદ્ધ પહેલાની સ્થિતિ તરફ અગ્રેસર છે. અમેરિકા પણ એવા પગલાં લઇ રહ્યું છે કે જેથી ઉર્જા વાહનોનું મુલ્ય સ્થાનિક હાજર બજારની આસપાસ રહે.
યુદ્ધ પછી આવું પહેલી વાર બની રહ્યું છે, જેમાં બજારમાં પુરતો પુરવઠા પ્રવાહ વહેતો રહે અને નહિ કે અછતનું વાતાવરણ સર્જાય. આઈઈએ કહે છે કે આને લીધે ક્રુડ ઓઈલ બજારનો આંતરપ્રવાહ નબળો પડ્યો છે. ચોથા ત્રિમાસિકમાં ઓઈલ સપ્લાય દૈનિક ૧૦૫૦ લાખ બેરલે, તેની માંગ કરતા વધુએ પહોચવાની સંભાવના છે જે અત્યારે ૧૭ લાખ બેરલ છે. આ જ એજન્સીએ ચોથા ત્રિમાસિકમાં પુરવઠા અછતની આગાહી કરી હતી. એજન્સીએ તેના સભ્ય દેશોની ઓઈલ પ્રવાહિતાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી રિઝર્વની આગાહી, માર્ચ ૨૦૨૭માં ૭૧૦ લાખ બેરલ મુકીને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં બજારમાં દૈનિક ૧૫૦ લાખ બેરલ ડીઝલ ઉપલબ્ધ કરાવી, અછત નિવારવાના પ્રયાસોની આગાહી કરી હતી.
પેટ્રોલીયમ પ્રોડક્ટોના ભાવમાં દબાણ આવવાનું અન્ય એક કારણ છે, અમેરિકાએ વિદેશી ધ્વજા સાથે આવતા જહાજોને ગેસોલીન, અને ડીઝલનો વધુ જથ્થો અમેરિકન પોર્ટ પર લાવવા દેવાની છૂટને લંબાવી છે. યુએસ વ્હાઇટ હાઉસે શુક્રવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે જોનેસ એકટ મુજબ આવી છૂટ, અમેરિકન પ્રમુખે ૯૦ દિવસ લંબાવી છે. અમેરિકાનાં પોર્ટ પર આવતા જહાજો માટે અગાઉ યુએસ ઝંડો લગાવવો આવશ્યક હતો. પરિણામે અમેરિકન પોર્ટ પર કેરી (તત્કાળ/હાજર) કોમોડીટી ટ્રેડ વધવાની તકો વધી જશે. એક તરફ પુરવઠો ઘટ્યો છે, પણ જહાજી નૂરમાં કોઈ ઘટાડો નથી થયો, પરિણામે ક્રુડ ઓઇલના ભાવને નવી નીચી સપાટીએ લઇ જવા મુશ્કેલ છે. હોર્મુઝમાંથી જહાજોને વહન કરવામાં જોખમ વધુ હોવાથી આવા નુર દર ઘટવાની સંભાવના પણ ઓછી છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








