Thursday, October 29, 2026
HomeGujaratબેંક એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવા પેટે 2 લાખની લાંચ માગનારા આણંદ SOG...

બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવા પેટે 2 લાખની લાંચ માગનારા આણંદ SOG PSI સામે ગુનો નોંધાયો, ACB ટ્રેપમાં એક ઝડપાયો

- Advertisement -

Bribery case registered against Anand SOG PSI : બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવાનો ધંધો આજે પણ Gujarat Police માં ધમધોકાર ચાલી રહ્યો છે. સાયબર ક્રાઈમ સહિતના છેતરપિંડીના ગુનાઓમાં કોને આરોપી બનાવવો અને કોને નહીં બનાવવો તેનો ખેલ પોલીસ સારી રમી જાણે છે. આણંદ જિલ્લાના એસઓજી પીએસઆઈ આવો જ એક ખેલ ખેલવા જતાં Gujarat ACB ની ઝપટમાં આવી ગયા છે. 2 લાખ રૂપિયાની લાંચના કેસમાં એસીબીએ પીએસઆઈ વી.એન. રાઠોડ (PSI V N Rathod) વતી એક વચેટિયાને રંગેહાથ ઝડપી પાડ્યો છે. જ્યારે આ કેસના આરોપી પીએસઆઈ રાઠોડને ફરાર દર્શાવ્યા છે. અત્રે નોંધનીય છે કે, Team ACB એ જ્યારે 2 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપ્યો ત્યારે તેની કારમાંથી 49 લાખ રૂપિયા રોકડા મળી આવતા જપ્ત કરાયા છે.

થોડાક સમય અગાઉ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન (Anand Town Police Station) ખાતે નોંધાયેલા એક કેસમાં એક વ્યક્તિનું બેંક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવ્યું હતું. આ કેસની તપાસ આણંદ એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડને સોંપવામાં આવી હતી. જે કેસમાં બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા તેમજ આરોપી નહીં બનાવવા પેટે પીએસઆઈ રાઠોડે 2 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જો કે, લાંચની રકમ નહીં આપવા માગતા વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના પીઆઈ ડી.એન. પટેલે (PI D N Patel) આ મામલે ફરિયાદ નોંધી એક છટકું ગોઠવ્યું હતું. ગુરૂવારે 29 ઑક્ટોબરના રોજ આણંદ એસઓજી ઓફિસની બહાર કારમાં બેસેલા દિલીપ ભીખાભાઈ પટેલ ઉર્ફે દિપુએ પીએસઆઈ રાઠોડ વતી 2 લાખની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. એસીબી ટ્રેપ થતાંની સાથે જ કારની તલાશી લેવામાં આવતા તેમાંથી 49 લાખ રૂપિયા રોકડા મળી આવતા તેને જપ્ત કરાયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular