Sunday, April 26, 2026
HomeGujaratઆ માઉન્ટ આબુ નહીં અમદાવાદ છે! : વાતાવરણમાં પલટો થતાં ધુમ્મસ છવાઈ,...

આ માઉન્ટ આબુ નહીં અમદાવાદ છે! : વાતાવરણમાં પલટો થતાં ધુમ્મસ છવાઈ, આબુ જેવો માહોલ બન્યો

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. ગાઢ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ શહેરમાં જોવા મળ્યું હતું.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો થયો છે. ઉત્તર ભારતમાં પડેલા હિમવર્ષાના કારણે આગામી દિવસમાં ઠંડી વર્તાશે.અમદાવાદમાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. 500 મીટરના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવું પડ્યું હતું.

- Advertisement -



હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ગુજરાતમાં હજુ 15 ફેબ્રૂઆરી સુધી ઠંડીનું જોર રહેશે. આ પછી ઠંડીના પ્રમાણમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે ધુમ્મસ થઈ હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular