Bilkis Bano case Gujarat Neha Bora Speech: ગુજરાતમાં ગોધરા રમણાણો દરમિયાન થયેલા બિલકીશ બાનું રેપ કેસ મામલો દેશ ભરમાં હંમેશા ટાંકવામાં આવી રહ્યો છે. આ કેસમાં ખાસ કરીને એ બાબત કે જ્યારે આ કેસના દોષિતોને જેલમાંથી છોડાય છે ત્યારે તેમના ફૂલહાર થાય છે. હાલમાં જ્ઞાનેશ કુમાર અને મોદી સરકારની વોટ ચોરીના આરોપને લઈને જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેનો અવાજ દેશના ખૂણે ખૂણેથી ઉઠી રહ્યો છે. ત્યારે AISA પ્રમુખ નેહા બોરાએ આ કેસ અંગેની વાત કરી હતી.
આ મુદ્દાઓને લઈને રોજ દિલ્હી પોલીસની ઉઘ હરામ કરતી યુવા નેતા નેહા બોરાએ અગાઉ પણ ઘણા મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે. રોજ આ યુવતી પોતાના સાથીઓ સાથે વિરોધ પ્રદર્શન કરે, રોજ પોલીસ તેને ડિટેઈન કરે, બીજા દિવસ ફરી તે વિરોધ પ્રદર્શન કરવા ઉતરી જાય આવું દિલ્હીમાં લગભગ રોજીંદું જીવન તે જીવી રહી છે.
હવે આ મામલાને લઈને નેહા બોરા એ શું કહ્યું છે જુઓ આ વીડિયોમાં.








