Friday, October 9, 2026
HomeGujaratAhmedabadAMC માં અધિકારીઓ ગાંઠતા નથી, ગિન્નાયેલા ભાજપના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું...

AMC માં અધિકારીઓ ગાંઠતા નથી, ગિન્નાયેલા ભાજપના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું રાજીનામું માગ્યું

- Advertisement -

BJP corporator alleged corruption within Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનું બજેટ વપરાઈ જાય છે, પરંતુ નાગરિકોની સમસ્યાનો અંત આવતો નથી. નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાના નામે વપરાતા બજેટમાં લાખો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર (Corruption in AMC) થતો આવ્યો છે અને હાલ પણ થઈ રહ્યો છે. આ વખતે ભાજપના કોર્પોરેટરે જ અધિકારીઓ ભરપૂર ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આરોપ લગાવ્યો છે. શાહપુર વોર્ડમાં ગટર-પાણી સહિતના વિવિધ કામ ન થતા હોવાનો આક્ષેપ કરવાની સાથે કોર્પોરેટર જીતેન્દ્ર ચોહાણે (Jitendra Chauhan Shahpur Corporator) દૂધેશ્વરમાં આસિ. સિટી ઇજનેરની ઓફિસને તાળું મારી દઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (Banchhanidhi Pani) નું રાજીનામું માગ્યું છે. ભાજપના કોર્પોરેટરે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા મેયર સહિતના ભાજપના પદાધિકારીઓ ભીંસમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર જીતેન્દ્ર ચૌહાણનો સંપર્ક કરી તેમને મનાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે. અત્રે નોંધનીય છે કે, ગત ટર્મમાં પણ ભાજપના કોર્પોરેટર બે વાર્ડમાં અધિકારીઓની કચેરી પર તાળાબંધી કરી ચૂક્યા છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં આવતા શાહપુર વોર્ડમાં ગટર પાણી અને કોર્પોરેટરના બજેટ સહિતના વિવિધ કામો કરવામાં આવતા ન હોવાનો આરોપ ભાજપના કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણે લગાવ્યો છે. આજે શુક્રવારે સવારે દૂધેશ્વર ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં આસિ. સિટી ઇજનેરની ઓફિસને કોર્પોરેટર જીતેન્દ્રભાઈએ તાળું મારી દઈ આરોપ લગાવ્યા છે કે, અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવતા નથી. જો કામ નહીં થાય તો હજુ બીજી ઓફિસોને તાળા મારી દેવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.

- Advertisement -

શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ ચૌહાણે આસિ. સિટી ઇજનેરની ઓફિસને તાળું મારતી વખતે એક વીડિયો બનાવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જીતેન્દ્રભાઈએ આરોપ લગાવ્યા છે કે, ગટર અને પાણીના અનેક કામો વારંવારની રજૂઆત બાદ પણ થયા નથી. આજે આ ઓફિસને તાળું માર્યું છે. કાલે બાજુની ઓફિસને તાળું મારીશું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કમિશન ખાય છે. ફૂટપાથ અને રોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. મનપાના અધિકારીઓ પાસેથી આટલાં બધા રૂપિયા ક્યાંથી આવે છે તેવી વિજીલન્સ ડિપાર્ટમેન્ટે તપાસ કરવી જોઈએ તેવી પણ એક માગ વીડિયોમાં કરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular