Fatal accident in Kutch : કચ્છના ખાવડા નજીક આજે વહેલી પરોઢે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત (7 killed in accident in Kutch) થયા છે. પંદરેક જેટલાં શ્રમિકને જઈ રહેલી બોલેરોને ટ્રકની ટક્કર વાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત ટાણે બોલેરોમાં 15 જેટલાં શ્રમિક પ્રવાસ કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસે અને બચાવ ટુકડીઓએ દોડધામ કરી મુકી હતી. ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે વહેલી પરોઢના કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર જઈ રહેલી બોલેરોને પૂરઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી. ટ્ર્કની ધડાકાભેર ટક્કર વાગતા બોલેરોને ભારે નુકસાન થયું હતું. ટ્રકની ટક્કર વાગતા પીકઅપ વાનની કેબિનને ભારે નુકસાન થયું હતું. કેબિનમાં બેસેલા ડ્રાઈવર અને અન્ય પ્રવાસી પીકઅપની બોડીમાં ફસાઈ ગયા હતા. જ્યારે પાછળના ભાગે પ્રવાસ કરી રહેલાં મુસાફરો પૈકી કેટલાંકના મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાંકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ટ્રક ચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી અકસ્માત અંગે તપાસ આરંભી છે.








