Sunday, April 26, 2026
HomeGeneralભણવા વિદેશ મોકલ્યો પણ હરકતો 'બલૂન' જેવી જ રહી: અમદાવાદની યુવતીના અશ્લિલ...

ભણવા વિદેશ મોકલ્યો પણ હરકતો ‘બલૂન’ જેવી જ રહી: અમદાવાદની યુવતીના અશ્લિલ ફોટો મેળવી…

- Advertisement -

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા યુવકે ઇન્સ્ટાગ્રામ ઉપર જુદા જુદા ફેક એકાઉન્ટ બનાવીને અમદાવાદમાં રહેતી યુવતીના અશ્લિલ ફોટો અને વીડિયો મેળવી લઈ બ્લેકમેઈલ કરીને અન્ય યુવતીઓના અસલીલ ફોટોની માંગણી કરનાર યુવકની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નારણપુરાની યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં queen_14898 એકાઉન્ટ પરથી યુવતીને રિકવેસ્ટ મોકલીને તેના અશ્લિલ ફોટો વાઇરલ કરવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો. ફરિયાદના આધારે સાઈબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.પટેલ અને તેમની ટીમે ટેકનિકલ એનાલીસીસ કરીને ફેક આઈ.ડી બનાવી ધમકી આપનાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -



ટેકનિકલ ડેટાના આધારે તપાસ કરતા ધમકી આપનાર ઉઝાનો જય બિપિનચંદ્ર સોમનાથ મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે યુવતી સાથે તેની ઓળખાણ ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. ત્યાર બાદ યુવતીના અશ્લિલ ફોટો અને વીડિયો મેળવીને તેને અલગ અલગ આઈ.ડી. પરથી ફોટો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. ઉપરાંત અન્ય યુવતીઓના ફોટો અને વીડિયોની માંગણી કરતો હતો. આરોપીએ જયએ ગુનાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં સ્ટુડન્ટ વિઝા પર યુ.કે ખાતે અભ્યાસ કરે છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular