Thursday, October 1, 2026
HomeGujaratભક્તિના ઓથે નશાની ખેતી : ઉભરાણના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરે ગાંજાની ખેતી, પાખંડી...

ભક્તિના ઓથે નશાની ખેતી : ઉભરાણના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરે ગાંજાની ખેતી, પાખંડી પૂજારીઓ ઝડપાયા

- Advertisement -

Ganja in Temple Aravalli crime News (જય અમીન.અરવલ્લી): ભક્તીના ઓથા હેઠળ ધતિંગ કરવાના આપણા ત્યાં અનેક કિસ્સા છે. ધતિંગ્યા શખ્સોએ રીતસરનો ભક્તિને બિઝનેસ બનાવી દીધો છે, પછી ધર્મ કોઈ પણ હોય. વિધિના નામે બળાત્કાર, ભક્તિના અને મેડિટેશનના નામે નશો, સમૃદ્ધી અને સુખો માટે હત્યાઓ પણ ધાર્મિક પાખંડીઓ અને તંત્ર વિદ્યાઓમાં થતા જે ખરો ધર્મ છે તે હંમેશ બદનામ થતો રહ્યો છે. આવી જ એક ઘટના અરવલ્લીમાં બની છે જ્યાં મહાદેવના નામના ઓથા હેઠળ પાખંડીઓએ કશું બાકી ના રહે તેવું કામ કર્યું છે.

ગુજરાત રાજ્યમાં નશાનો વેપલો દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નશાના સોદાગરો ખુલ્લેઆમ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે અને યુવાઓને નશાના રવાડે ચડાવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારીએ અન્ય ત્રણ ભગવાધારી સાગરીતો સાથે મળી માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું સામે આવતા માલપુર પોલીસે મંદિર પરિસરમાંથી રૂ. 5. 69 લાખનો લીલો અને સૂકો ગાંજો ઝડપી લીધો હતો.

- Advertisement -

માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.સી. પરમારને ઉભરાણ ગામના શૂરપાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નશાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી. પોલીસ કાફલા અને એફએસએલની ટીમ સાથે મંદિરમાં ત્રાટકી તલાસી લેતા મંદિર પરિસરમાં વાવેલા ગાંજાના 6 છોડ કુલ વજન 11.397 કિગ્રા તેમજ રૂમમાં સંતાડેલ 0.87 કિગ્રા સૂકો ગાંજો મળી રૂ.5.69 લાખનો ગાંજો તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ. 5.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મંદિર પરિસરમાંથી ત્રણ પૂજારીઓને દબોચી લીધા હતા. નશાની ખેતી કરનાર મુખ્ય સૂત્રધાર પૂજારી હરદીપગીરી મહારાજ (શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) ફરાર થઇ ગયો હતો. માલપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મંદિરમાં આવતા સાધુ-સંતોના પીવાના ઉપયોગ માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા SP મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, માલપુર પોલીસને ઉભરાણ ગામના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરમાંથી 5 લાખથી વધુના લીલા ગાંજાના છોડ જપ્ત કરી મંદિરમાં કામ કરતા ત્રણ મહારાજને ઝડપી લીધા છે. એક પૂજારી બહાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ ચાલુ છે. અગાઉ આ મંદિરમાંથી ગાંજો મળ્યો નથી, મંદિર પરિસરમાંથી ગાંજો મળી આવતા ગાંજો પૂજારીઓ પોતાના માટે ઉપયોગ કરતા હતા કે પછી વેચાણ કરતા હતા તે અંગે ઉંડાણ પૂર્વક તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

નશાની ખેતી કરનાર પૂજારીઓ

  • રવિકાંત ઉર્ફે રવિગીરી તેજેન્દ્રસિંહ ખચેડુસિંહ રાણા (હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) મૂળ રહે: દહેરાદૂન, ઉત્તરાખંડ
  • રૂપસિંહ ઉર્ફે રૂપગીરી મુલ્લાગીરી કલ્લુગીરી કુશવાહ (હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) મૂળ રહે મધ્યપ્રદેશ
  • સનતકુમાર ઉદયભાનું કોરી (હાલ રહે, શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ) મૂળ રહે: ગુહેરા, તાલુકો મઉગંજ, મધ્યપ્રદેશ
  • વોન્ટેડ આરોપી (મુખ્ય વહીવટકર્તા): હરદીપગીરી મહારાજ (શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ)
Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular