Monday, September 28, 2026
HomeGujaratAhmedabadરાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવનને રૂ. 1.33 કરોડના ખેલ પ્રતિભા પુરસ્કારથી હર્ષ સંઘવીએ...

રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવનને રૂ. 1.33 કરોડના ખેલ પ્રતિભા પુરસ્કારથી હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા

- Advertisement -

Elavenil Valarivan honoured with Khel Pratibha Puraskar : એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં 2-સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારા ગુજરાતના પ્રતિભાવાન ખેલાડી ઇલાવેનિલ વાલારીવન (Rifle shooter Elavenil Valarivan) ને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા 1.33 કરોડનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) માં ઇલાવેનિલ વાલારીવનને રાઇફલ શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિશ્વફલક પર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં તેમણે ‘Women’s 10m Air Rifle (Individual)’ અને ‘Women’s 10m Air Rifle (Team)’ એમ બંને ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.

- Advertisement -

યુવા ખેલાડીને અભિનંદન પાઠવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની આવી ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જરૂરી તમામ તાલીમ-સુવિધાઓ ગુજરાત સરકાર તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ દીકરો કે દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે છે, ત્યારે તેમાં માત્ર ખેલાડીની મહેનત જ નહીં પરંતુ તેમને સંસ્કારો આપીને આગળ વધારવામાં તેમના માતા-પિતાનું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મણીનગરમાં રહેતા ઇલાવેનિલ વાલારીવનની કારકિર્દી અસંખ્ય ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી છે. તેમણે 2020 ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) અને 2024 પેરિસ ઓલિમ્પિક (Paris Olympics) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2019માં રિયો ડી જેનેરો ખાતે યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં તેમણે 251.7નો શાનદાર સ્કોર બનાવીને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિભાની નોંધ લેતા ભારત સરકાર દ્વારા વર્ષ 2022માં તેને પ્રતિષ્ઠિત ‘અર્જુન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. જુનિયર વર્લ્ડ કપ (સુહલ અને સિડની 2018), એશિયન એરગન ચેમ્પિયનશિપ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ (ચેંગડુ) તેમજ 2025 મ્યુનિક અને કઝાકિસ્તાન સ્પર્ધાઓમાં તેણે અનેક ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular