Friday, September 25, 2026
HomeNationalનોઈડા DM મેઘા રુપમથી લઈ IRS અધિકારી અભિશ્રી સુધી, CEC જ્ઞાનેશ કુમારના...

નોઈડા DM મેઘા રુપમથી લઈ IRS અધિકારી અભિશ્રી સુધી, CEC જ્ઞાનેશ કુમારના પરિવારમાં ઘણા અધિકારીઓ

- Advertisement -

CEC Gyanesh Kumar Family Tree: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના પરિવારના અનેક સભ્યો IAS, IPS અને IRS અધિકારી તરીકે દેશના મહત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી રહ્યા છે. તેમની મોટી પુત્રી મેધા રૂપમ નોઈડાના DM છે, જ્યારે નાની પુત્રી અભિશ્રી IRS અધિકારી છે. તેમના બંને જમાઈ પણ IAS અધિકારી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે એક મીડિયા રિપોર્ટમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પોતાના સાથી ચૂંટણી કમિશનરોની સલાહને અવગણીને ચૂંટણી પંચમાં કેટલાક મોટા નિર્ણયો લીધા હતા. આ દરમિયાન તેમની પુત્રી અને નોઈડાના DM મેધા રૂપમ પણ ચર્ચામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં તેમને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જ્ઞાનેશ કુમાર અને મેધા રૂપમ ઉપરાંત તેમના પરિવારમાં અન્ય પણ અનેક અધિકારીઓ છે. જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે. તેઓ મૂળ આગ્રાના રહેવાસી છે અને IIT કાનપુરમાં અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પણ કોર્સ કર્યો હતો. ત્યારબાદ UPSC પાસ કરીને IAS બન્યા હતા. નિવૃત્તિ બાદ 2024માં તેમને દેશના ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -

નોઈડાના DM મેધા રૂપમ જ્ઞાનેશ કુમારની મોટી પુત્રી છે. મેધા રૂપમે શૂટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ પણ જીત્યો છે. ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્રમાં BA કર્યું અને સાથે UPSCની તૈયારી શરૂ કરી. 2013માં UPSCમાં 10મો રેન્ક મેળવીને સફળતા મેળવી હતી. ત્યારબાદ IAS અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત થઈ. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પોસ્ટિંગ બાદ તેમની નોઈડા DM તરીકે નિમણૂક થઈ.

જ્ઞાનેશ કુમારની નાની પુત્રી અભિશ્રી પણ IRS અધિકારી છે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ UPSCની પરીક્ષા પાસ કરીને Indian Revenue Serviceમાં પસંદગી થઈ હતી. અભિશ્રી હાલમાં ઈન્કમ ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ પર ફરજ બજાવી રહી છે.

જ્ઞાનેશ કુમારના બંને જમાઈ પણ અધિકારી છે. તેમના મોટા જમાઈ અને મેધા રૂપમના પતિ મનીષ બંસલ IAS અધિકારી છે અને હાલમાં આગ્રાના DM તરીકે ફરજ બજાવી રહ્યા છે. 2014 બેચના ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી મનીષે IIT દિલ્હીમાંથી BTech અને MTech કર્યું છે. ત્યારબાદ UPSCમાં 53મો રેન્ક મેળવીને સિવિલ સર્વિસમાં જોડાયા હતા.

- Advertisement -

જ્ઞાનેશ કુમારના નાના જમાઈ એટલે કે IRS અધિકારી અભિશ્રીના પતિ અક્ષય લબરુ પણ IAS અધિકારી છે. બંને બેચમેટ હતા અને તાલીમ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી. વર્ષ 2020માં બંનેના લગ્ન થયા હતા. જમ્મુ-કાશ્મીરના રહેવાસી અક્ષયે દિલ્હી યુનિવર્સિટીમાંથી BA અને JNUમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે 2017માં પોતાના પ્રથમ પ્રયાસમાં UPSC પાસ કરી હતી. જ્ઞાનેશ કુમારના પરિવારના અન્ય સભ્યો પણ મોટા પદો પર છે. તેમાં તેમના ભાઈ મનીષ કુમારનો સમાવેશ થાય છે, જેઓ IRS અધિકારી છે. આ ઉપરાંત તેમના બનેવી ઉપેન્દ્ર જૈન 1991 બેચના IPS અધિકારી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular