Friday, September 18, 2026
HomeGujaratAhmedabadAhmedabad : વાડજમાં મોટાભાઈએ કાતરના ઘા મારી નાનાભાઈને પતાવી દીધો, આરોપીની ધરપકડ

Ahmedabad : વાડજમાં મોટાભાઈએ કાતરના ઘા મારી નાનાભાઈને પતાવી દીધો, આરોપીની ધરપકડ

- Advertisement -

Elder brother murders younger brother in Ahmedabad : અમદાવાદના વાડજ વિસ્તારમાં મોટાભાઈએ નાનાભાઈ પર કાતરના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખી છે. કામ ધંધો નહીં કરતા નાનાભાઈ સાથે મોટાભાઈને અવારનવાર ઝઘડા થતાં હતા અને આવો જ એક ઝઘડો ગુરૂવારની સાંજે થતાં દારૂના નશો કરનારા 28 વર્ષીય નરેશ ચૌહાણનું ખૂન કરી દેવાયું છે. આ મામલે વાડજ પોલીસે (Wadaj Police) હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.

વાડજ વિસ્તારમાં આવેલા ગાંધીનગરના ટેકરા ખાતે નરેશ ચૌહાણ (ઉ.28) પોતાના પરિવાર સાથે રહેતો હતો. નરેશ કામ ધંધો નહીં કરતો હોવાથી તેના મોટાભાઈ રાજુ ચૌહાણ સાથે અવારનવાર ઝગડા થતા હતા. ગુરૂવારની સાંજે બંને ભાઈઓ વચ્ચે રૂપિયાને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર થતાં રાજુ ચૌહાણે ઘરમાં રહેલી કાતર ઉપાડી લઈ નરેશ પર હુમલો કર્યો હતો. આવેશમાં આવી ગયેલા રાજુ ચૌહાણે નાનાભાઈ નરેશના પેટ અને પીઠના ભાગે કાતરના ઉપરાછાપરી સાતેક ઘા માર્યા હતા. કાતરના હિંસક હુમલાથી ગંભીર રીતે ઘાયલ નરેશ ચૌહાણ જમીન પર ફસડાઈ પડતા રાજુ ઘર છોડી ભાગી ગયો હતો.

- Advertisement -

નરેશ ચૌહાણના બહેન ઘરે આવ્યા ત્યારે ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈને 108 બોલાવી હતી. ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ અને એમ્બ્યુલન્સ સ્ટાફ દોડી આવ્યો હતો. નરેશ ચૌહાણનું મોત થયું હોવાથી આ મામલે મૃતકની બહેનની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વાડજ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ઝડપી લીધો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular