Thursday, September 17, 2026
HomeGujaratGandhinagar14 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કરી હરિયાણા ખાતે આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ, હર્ષિલ...

14 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કરી હરિયાણા ખાતે આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ, હર્ષિલ રાણાને પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

- Advertisement -

POCSO court sentences accused in female student abduction and rape case : ગાંધીનગરના તારાપુર ગામની સીમમાંથી 14 વર્ષીય વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી અપહરણ કરી હરિયાણા ખાતે ત્રણ મહિના સુધી દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા થઈ છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે (Gandhinagar Special POCSO Court) આરોપી હર્ષિલ રાણાને 20 વર્ષની સજાની સાથે 30 હજારનો દંડ ભોગવવા હુકમ કર્યો છે.

નવેમ્બર-2023માં ગાંધીનગરના તારાપુર ગામની સીમમમાં એક દુકાન બહાર અભ્યાસ કરવા બેસેલી ધોરણ 10ની વિદ્યાર્થિનીનું લગ્નની લાલચ આપી હર્ષિલ રાણા નામના શખસે અપહરણ કર્યું હતું. વિદ્યાર્થિનીનું અપહરણ કર્યા બાદ ગાંધીનગર હર્ષિલ કરણસિંહ રાણા તેણીને હરિયાણા ખાતે લઈ ગયો હતો અને સતત ત્રણ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) માં નોંધાયેલા અપહરણ-દુષ્કર્મ કેસમાં હર્ષિલ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. જેના આધારે પોક્સો એક્ટ હેઠળ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ કેસ સ્પે. પોક્સો જજ એસ.વી. શર્માની કોર્ટમાં ચાલી જતાં દલીલો અને પુરાવાઓને ધ્યાને અદાલતે આરોપી હર્ષિલ રાણાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ કુલ 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular