Wednesday, September 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના બોપલ-ઘુમા બાદ સાણંદમાં દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ, શ્વાનનું મારણ કર્યું હોવાના...

અમદાવાદના બોપલ-ઘુમા બાદ સાણંદમાં દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ, શ્વાનનું મારણ કર્યું હોવાના પુરાવા મળ્યા

- Advertisement -

Presence of a leopard in Sanand area of ​​Ahmedabad : ગત જુલાઈ મહિનાની મધ્યમાં અમદાવાદ શહેરના છેવાડે બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા દીપડાની હજી સુધી કોઈ ભાળ મળી નથી. લગભગ બે મહિના બાદ ઘુમાથી 18 કિલોમીટર દૂર સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે દીપડાની હાજરી હોવાના પુરાવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી વળ્યો છે. વન વિભાગની ટીમ (Forest Department team) ને દીપડાના પગના નિશાન (Pugmarks) મળી આવ્યા છે. આ ઉપરાંત દીપડાએ એક કૂતરાનું મારણ કર્યું હોવાની પણ ઠોસ માહિતી સામે આવી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એક વખત દીપડાની હાજરીના કારણે દહેશત જોવા મળી છે. મોટી દેવતી ગામ રોડ પાસે દીપડાના પંજાના નિશાન દેખાતા તેમજ ઈંટોના ભઠ્ઠા નજીક કૂતરાનું મારણ કર્યું હોવાથી સ્થાનિક લોકોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. જેના પગલે વન વિભાગની ટીમો આ વિસ્તારમાં દોડી આવી છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ હાથ ધરી દીપડાને પકડી લેવા પાંજરા ગોઠવી દીધા છે. ગત જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ સાણંદ તાલુકાની આસપાસ દીપડો ફરી રહ્યો હતો. અગાઉ પણ મોટી દેવતી ગામ પાસે જ દીપડો દેખાયો હોવાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા હતા અને તેની પાછળના ભાગે જ ફરી એકવાર આ ફૂટ પ્રિન્ટ મળી આવ્યા છે.

- Advertisement -

ગત 19 જુલાઈના રોજ અમદાવાદના ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ સમયે દીપડાને પકડવા માટે વન વિભાગે ભારે જહેમત હાથ ધરી હતી, પરંતુ દીપડો હાથ લાગ્યો ન હતો. હવે સવાલ એ છે કે, અમદાવાદના છેવાડે તેમજ સાણંદના મોટી દેવતી ગામે જે દીપડાની હાજરી છે તે એ જ દીપડો છે અન્ય દીપડા વિસ્તારમાં ફરી રહ્યાં છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular