Wednesday, September 16, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ‘SD Pay’ એપથી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહિત...

ગુજરાતમાં ‘SD Pay’ એપથી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહિત બેની ધરપકડ, હવાઈ માર્ગે લવાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવાશે

- Advertisement -

Amreli SDPay App Fraud Case : SD Pay / Apna Pay એપ્લિકેશનના નામે ગુજરાત તેમજ પાડોશી રાજ્યોના હજારો રોકાણકારોને અબજો રૂપિયાનો ચૂનો લગાવી દેનારો મહાઠગ ધવલ પટેલ (Dhaval Patel Conman) અને તેનો સાગરિત હિરેન શાહ ઓડિસા ખાતેથી ઝડપાયા છે. ગુજરાતમાં ધવલ પટેલ અને તેના સાગરિતો સામે કરોડો રૂપિયાની છેતરપિંડીના એક નહીં બબ્બે કેસ નોંધાઈ ચૂક્યા છે. સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Wing CID Crime) ખાતે ધવલ પટેલ સામે મહિનાઓ અગાઉ કેસ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા કેસમાં એક પછી એક એમ અડધો ડઝન આરોપીને પોલીસ ઝડપી ચૂકી હતી. જ્યારે આ કેસના મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહિતના શખસો ફરાર હતા. અમરેલી જિલ્લા પોલીસ (Amreli Police) ને સોમવારે એક મોટી સફળતા મળી છે. SD Pay App / Apna Pay ના માલિક ધવલ પટેલ અને હિરેન શાહને અમરેલી પોલીસે 1800 કિમી દૂર આવેલા ઓડિસા ખાતેથી પકડી પાડ્યા છે.

ધવલ પટેલ પાસેથી લેપટોપ મળ્યું

- Advertisement -

સેંકડો કરોડનું છેતરપિંડી કૌભાંડ આચરનારા અને કેસના મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિસા ખાતેથી ઝડપી લેવાયા હોવાનું એસપી સંજય ખરાતે (Sanjay Kharat) જણાવ્યું છે. ધવલ પટેલની સાથે ચીટિંગ કેસનો અન્ય સૂત્રધાર હિરેન શાહ પણ ઝડપાયો છે. ખરાતે વધુમાં જણાવ્યું છે કે, ધવલ પટેલ અને તેનો સાગરીત કારમાં જઈ રહ્યા હતા તેમને આંતરીને ધરપકડ કરવામાં આવી છે. ધવલ અને તેના સાગરિત પાસેથી એક લેપટોપ, ફોન અને કાર મળી આવી છે. આરોપીના લેપટોપમાં કૌભાંડનો ચિઠ્ઠો નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે. બંને આરોપીઓને આજે મંગળવારના રોજ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસ અરજી કરશે.

છેતરપિંડી આચરી સેંકડો કરોડ કયા સેરવી દીધા ?

ગુજરાત તેમજ પાડોશી રાજ્યોના રોકાણકારોને એસડી પે (SD Payment) વોલેટના નામે આકર્ષિત કરી અતિ ઉંચા વળતરની લાલચ આપી સેંડકો કરોડો રૂપિયા એકઠા કર્યા છે. ગુજરાતમાં થયેલી બે પોલીસ ફરિયાદમાં છેતરપિંડીનો જે આંકડો સામે આવ્યો છે તે હજુ મોટા પ્રમાણમાં વધી શકે તેમ છે. સેંકડો કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યા બાદ ધવલ પટેલ અને તેના સાગરિતોએ આ રૂપિયા ક્યાં રોક્યા છે ? અને કોની પાસે પડ્યા છે ? તેની પોલીસ તપાસ કરશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular