Sunday, September 13, 2026
HomeGujaratSurat : પી.પી. સવાણી હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, રાત્રિ ભોજન...

Surat : પી.પી. સવાણી હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, રાત્રિ ભોજન બાદ તબિયત બગડી

- Advertisement -

Major food poisoning incident at Surat P.P. Savani Hostel : સુરતની જાણીતી પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100થી વધુ વિદ્યાર્થિનીઓ ઝેરી ખોરાકની અસર થઈ છે. રાત્રિ ભોજન બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા તેમને 4થી 5 બસોમાં ભરીને હોસ્પિટલ લઈ જવાઈ છે. આ ઘટનાના પગલે વાલીઓ દોડી આવ્યા હતા અને સારવાર માટે પોતાના ઘરે લઈ ગયા છે. કેટલાંક વાલીઓએ હોસ્ટેલમાં વાસી ભોજન પીરસવામાં આવતું હોવાના આરોપ લગાવ્યા છે. બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમે (Food Safety Team SMC) હોસ્ટેલની કેન્ટીનમાંથી કેટલાંક સેમ્પલ મેળવી તપાસ અર્થે મોકલ્યા છે.

પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગ થયું હોવાની ઘટના રવિવારે સામે આવી હતી. એક વાલીને તેમની પુત્રીએ ફોન કરી જણાવ્યું કે, હોસ્ટેલમાંથી 4 થી 5 બસ ભરીને વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ રહી છે. હોસ્ટેલમાં રવિવારે સાંજે ભોજન કર્યાના અમુક કલાકો બાક એક પછી એક વિદ્યાર્થિની તબિયત લથડવા લાગી હતી. ફૂડ પોઇઝનિંગની અસર 100થી વધુ વિદ્યાર્થિનીઓને થઈ છે. જેમાં કેટલાંકની સ્થિતિ વધુ ખરાબ છે.

- Advertisement -

આ ઘટના સામે આવતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે કે, વાર્ષિક બેએક લાખ જેટલી માતબર રકમ ભરતા હોવા છતાં તેમના બાળકોને વાસી ભોજન પીરસવામાં આવે છે.
સારવાર પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થિનીઓને શાળાની બસમાં સ્ટાફ અને રેક્ટરોની હાજરીમાં સુરક્ષિત રીતે હોસ્ટેલ પરત લાવવામાં આવ્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular