નવજીવન. અરવલ્લીઃ સાબરકાંઠા જિલ્લા પોલીસવડા નીરજ કુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતા ચિઠોડા નજીકથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપી અને ભિલોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ગુનાના આરોપીને દબોચી લઇ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલા મહોબતપુરા ગામનો રાહુલ ઉર્ફે આરીફ અન્દ્રિયાસભાઈ અસારી ગામમાં હોવાની બાતમી મળતા તાબડતોડ ગામમાં ત્રાટકી રાહુલ ઉર્ફે આરીફ અસારીને દબોચી લીધો હતો. તેમજ ચિઠોડા ત્રણ રસ્તા આગળથી ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ ટાકાટુકાનો અરવિંદ ભુરાભાઇ વાદીને ઝડપી લઇ અરવલ્લી જિલ્લામાં ગુના આચરી નાસતા-ફરતા બે આરોપીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












