નવજીવન ન્યુઝ.અમદાવાદ: 30 જાન્યુઆરીને સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસેએ બિરલા હાઉસ ખાતે દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાના અનુસંધાનમાં આ દિવસને શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. શહીદ દિવસ પર દેશભરમાં આજે 11 વાગે દેશ માટે બલિદાન આપવા વાળા શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે 2 મૌન પાળવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ આજે કમિશનર કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાળીને દેશભરમાં બલિદાન આપવા વાળા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
આજે રવિવાર હોવાને કારણે અન્ય સરકારી કચેરીઓ તો બંધ હોય છે પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી કહતે પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓએ 11 વાગે શહીદોના બલિદાનને બિરદાવવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. અમદાવાદ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ(એડમિન) અજય ચૌધરી અને ડીસીપી કંટ્રોલ પણ આ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા અને અન્ય કર્મચારીઓ સાથે શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું.

અંગ્રેજોએ સામે ભારતને આઝાદી અપાવવા માટે ભારતના અનેક વીરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતની સ્વતંત્રતા માટેની લાંબી લડાઈમાં જે લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું અને ત્યાર બાદ પણ દેશના સંરક્ષણ માટે જે લોકોએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું તેમણે શરદ્ધાંજલી આપવા માટે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે મૌન પાળવામાં આવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












