Sunday, September 6, 2026
HomeGujaratAhmedabadગુજરાતના તમામ શહેર-જિલ્લામાં એન્ટી નાર્કોટિક્સ વિંગ બનશે, માત્ર NDPS ના કેસ પર...

ગુજરાતના તમામ શહેર-જિલ્લામાં એન્ટી નાર્કોટિક્સ વિંગ બનશે, માત્ર NDPS ના કેસ પર જ કરશે કામ

- Advertisement -

Anti-narcotics wing to be operational in Gujarat : ગુજરાતમાં ડ્રગ્સના વધી રહેલા દૂષણની સામે પોલીસે હવે બાંયો ચઢાવી છે. ડ્રગ માફિયાઓને કાબૂમાં કરવા માટે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે (G S Malik) દરેક શહેર-જિલ્લામાં ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ (ANW) સ્થાપવાનો આદેશ જારી કરી દીધો છે. એક સપ્તાહમાં રાજ્યભરમાં એન્ટી નાર્કોટિક્સ વિંગ (Anti-Narcotics Wing) કાર્યરત કરી દેવા સૂચના અપાઈ છે. હાલમાં રાજ્યના શહેરો તથા જિલ્લાઓમાં ANTF CID Crime, DCB, LCB અને SOG નશીલા પદાર્થોના કેસ કરે છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં NDPS એક્ટ હેઠળ 3700 થી વધુ ગુના નોંધી 5346 આરોપીઓની ગુજરાત પોલીસે (Gujarat Police) ધરપકડ કરી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન અંદાજે રૂપિયા 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી જંગને વધુ પરિણામલક્ષી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દરેક જિલ્લા અને કમિશનરેટ કક્ષાએ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ સ્થાપવાનો નિર્ણય લીધો છે. દરેક ANW યુનિટમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ, 2 ASI/HC અને 4 પોલીસ કોન્સ્ટેબલ એમ કુલ 8 અધિકારી-કર્મચારીની ટીમ રહેશે. અમદાવાદ શહેર (Ahmedabad City) અને સુરત શહેર (Surat City) માં સેકટર અનુસાર બબ્બે ANW યુનિટ રહેશે. જ્યારે વડોદરા શહેર (Vadodara City) અને રાજકોટ શહેર (Rajkot City) માં જિલ્લાઓની જેમ એક-એક યુનિટ રહેશે. ANW એક ‘સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ’ તરીકે માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર જ કામ કરશે. આ ટીમને અન્ય કોઈ કામગીરી સોંપવામાં આવશે નહીં.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular