Tuesday, April 28, 2026
HomeGeneralધંધુકા બાદ રાધનપુરમાં પણ બજાર સજ્જડ બંધ, યુવતીની હત્યા મામલે હિન્દુ સમાજ...

ધંધુકા બાદ રાધનપુરમાં પણ બજાર સજ્જડ બંધ, યુવતીની હત્યા મામલે હિન્દુ સમાજ રોષે ભરાયો

- Advertisement -

નવજીવન.પાટણ: રાધનપુરના શેરગઢ ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હિન્દુ સમાજની દીકરી પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકઠા થયા હતા. જો કે ટોળું બેકાબૂ બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.



પ્રાપ્ત માહિત અનુસાર, રાધનપુરના શેરગઢ ગામમાં ચૌધરી સમાજની યુવતી તેના ઘરમાં કામ કરી રહી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈને યુવાન યાસીન બાલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરી કરવા લાગ્યો હતો જો કે યુવતીએ બૂમાબૂમ કરતાં યુવતી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. તે દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો.

- Advertisement -

સમગ્ર બનાવના પગલે રાધનપુરમાં આદર્શ વિધાયલમાં હિન્દુ સમાજના અગ્રણીઓની બેઠક થઈ હતી. જેમાં રાધનપૂર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આજ સવારથી રાધનપુર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો હતો. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપરાંત અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા. ધંધુકાના બનાવના પગલે ન્યાયની માગ સાથે ભરવાડ સામજ પણ એકઠો થયો હતો. અંદાજિત પંદર હજારથી વધુ લોકો એકત્રિત થઈ જતાં ટોળું બેકાબૂ બન્યું હતું. જેથી પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

યુવતીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રેલી કાઢીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. જો કે હજી સુધી રેલીની મંજૂરી મળી નથી. આ ઘટના બાબતે રાજ્યના ગૃહમંત્રી ચાર વાગે પ્રેસકોન્ફરન્સ યોજીને માહિતી આપશે. જો કે હત્યા બાદ ગામમાં માહોલ ગરમાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાવમાં આવ્યો છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular