નવજીવન.અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં કેટલાક અસામાજીક તત્ત્વો અને તોફાની તત્ત્વોને પગલે છાસવારે જૂથ અથડામણની ઘટનાઓ બનતી રહે છે. મેઘરજના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત ની ઘટના પછી બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થતા લોકોમાં નાસભાગ મચી હતી. બે જૂથ સામસામે આવી જતા ભારે તંગદિલી સર્જાઈ હતી. મેઘરજ પોલીસ સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક ભરત બસિયા એ મેઘરજ નગરના અને તાલુકાના ગ્રામજનોને સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાથી કોઈએ ગેરમાર્ગે દોરાવવું નહીં ની અપીલ કરી હતી અને હાલ મેઘરજમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું જણાવ્યું હતું. (જુઓ VIDEO શું કહ્યું DySP ભરત બસિયાએ)
અરવલ્લી : મેઘરજમાં જૂથ અથડામણ,પોલીસે મામલો થાળે પાડ્યો,પોલીસતંત્રની અપીલ,સોશ્યલ મીડિયાની અફવાથી ગેરમાર્ગે ન દોરવવું pic.twitter.com/M0qYE6nYa0
— Navajivan News (@NavajivanNews) January 29, 2022

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજમાં શુક્રવારે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા મેઘરજના કેટલાક શખ્સોએ ગ્રામ્ય વિસ્તારના યુવક સાથે માથાકૂટ કરી લાફો ઝીંકી દેતા જોતજોતામાં સમગ્ર મામલે બે ટોળા સામસામે આવી ગયા હતા અને મોડી સાંજે સામસામે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરતા એક રીક્ષા અને બોલેરો જીપને ભારે નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતની સામાન્ય ઘટનામાં જૂથ અથડામણ થતા નગરમાં ભારે નાશભાગ મચી હતી. દુકાનોના શટરો પડી ગયા હતા જૂથ અથડામણના પગલે મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ વણસે તે પહેલા જીલ્લા પોલીસવડા સંજય ખરાતને કરતા તાબડતોડ એસપીએ ડીવાયએસપી ભરત બસિયા સહીત જીલ્લા પોલીસ કાફલો મેઘરજ મોકલી આપતા પોલીસે જૂથ અથડામણ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જો કે હાલ મેઘરજમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. જીલ્લા પોલીસતંત્રએ લોકોને શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા અપીલ કરી હતી.


![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












