Farmer’s Protest in Gujarat for gas pipe line: તમે ભાજપમાં નથી તો તમારે ન્યાય માટે, પાણી માટે, ધંધા માટે, શિક્ષણ માટે, ખેતી માટે, નોકરી માટે વગેરે કાર્યો માટે કે વગેરે લાભો માટે હેરાન થવું જ પડશે તેવી હાલ લોકોમાં માનસિકતા ઊભી થવા લાગી છે અને તેનું કદાચ કારણ એવું પણ હોઈ શકે છે કે આપણા તંત્રની કામગીરી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક તરફ વીજ લાઈનની સમસ્યાઓ સામે ડંડા ખાઈ રહ્યા હતા. હવે આવી જ એક જમીનના અંડરગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન નાખવાને લઈને થાય તો નવાઈ નહીં. 30થી વધુ ગામોના લોકો આ ગેસ લાઈનને લઈને પોતાની જમીનનું યોગ્ય વળતર નથી મળી રહ્યું તેવું કહેતા વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ મામલાને લઈને નારાજગીઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ બહેરા કાનના તંત્રને આની અસર કે પછી વાટાઘાટોની કોઈ પહેલ થઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું નથી. હવે આ ખેડૂતોને મળવા માટે AAP નેતા ઈસુદાન ગઢવી પહોંચ્યા છે.
જામખંભાળિયામાં GSPL ની કામગીરી સામે ખેડૂતો ધરણાં પર બેઠા છે. અહીં ખેડૂતોનો આક્ષેપ છે કે વિઘે માત્ર 1 લાખ રૂપિયાનું જ વળતર અપાઈ રહ્યું છે. જેને લઈને ઈસુદાન ગઢવીનું કહેવું છે કે સરકાર આ ભાવમાં ખેડૂતોને જમીન આપવા તૈયાર હોય તો ખેડૂતો 1 હજાર વિઘા જમીન લેવા તૈયાર છે. એક વિઘાની 60થી 70 લાખ રૂપિયા કિંમત છે છતા આ જમીન 1 લાખ રૂપિયામાં પડાવી લેવી છે.
ઈસુદાન ગઢવી કહે છે કે, ખેડૂતોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા એનો બદલો ભાજપે આ રીતે આપ્યો. ખેડૂતોએ નક્કી કર્યું છે કે જો આ ગેસ પાઈપલાઈનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી તો આ કામગીરી થવા દેવામાં નહીં આવે. હું ખેડૂતોની સાથે છું. ખેડૂતો ને તમે નથી સારું બિયારણ આપતા, નથી વીજળી આપતા, નથી ખાતર આપતા, નથી સારા ભાવ આપતા, નથી પાક વીમો આપતા તો હવે ખેડૂતો પાસે જે છે તે આ જમીન છે, તમે તેને પણ છીનવી લેવા માગો છો? ખેડૂતો પર બળજબરી ના કરતા નહીંતર તમારા પર પણ ભવિષ્યમાં પગલા લેવાશે.








