Wednesday, April 29, 2026
HomeGeneralસુરત: મહિલા કોંગ્રેસ પુર્વ ઉપપ્રમુખે એક ખેડૂતની જમીન બારોબાર વેચી મારી, પછી...

સુરત: મહિલા કોંગ્રેસ પુર્વ ઉપપ્રમુખે એક ખેડૂતની જમીન બારોબાર વેચી મારી, પછી…

- Advertisement -

નવજીવન.સુરત: ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતાઓ પર આફતના વાદળોમાં ઘેરાયા છે. તાજેતરમાં મહેમદાવાદના પૂર્વ ધારાસભ્યની દારૂ પાર્ટીનું પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે બીજી બાજુ આજે સુરતમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખની જમીન કૌભાંડમાં ધરપકડ થઈ છે.



પ્રાપ્ત માહિત અનુસાર, નવસારીના ચિખલી તાલુકાના મલ્યાધારા ગામના એક ખેડૂત જોડેથી ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ મેઘના પટેલે જમીનના દસ્તાવેજ કરાવીને જમીન બારોબાર વેચી નાખી હતી. જો કે સમગ્ર બાબતે જમીન ખરીદનાર વિરલ તાલિયાએ પોલીસ ફરિયાદ કરતાં જમીન કૌભાંડ બહાર આવ્યું છે.

- Advertisement -

જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મેઘના પટેલ હોવાનું સામે આવ્યું છે. જમીન ખરીદનાર પાસેથી ચેક લીધા બાદ દસ્તાવેજ ન આપીને ધકમી આપીને વધારાના પૈસા ટોળકી પડાવતી હતી. જો કે મેઘના પટેલ સહિત અન્ય બે સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અગાઉ પણ મેઘના પટેલ સામે આત્મહત્યાના દુષપ્રેરણા બાબતે સુરતના રાંદેરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તેની ધરપકડ પણ થઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા મેઘના પટેલને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular