Sunday, August 2, 2026
HomeInternationalUKના ગ્લાસગોમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં નેપકિન ઉપર ભારતના નકશામાં પૂર્વોત્તરનો ભાગ અને...

UKના ગ્લાસગોમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં નેપકિન ઉપર ભારતના નકશામાં પૂર્વોત્તરનો ભાગ અને કાશ્મીરનો ભાગ ગાયબ

- Advertisement -

CWG 2026 indian map controversy : યુકેમાં સ્કોટલેન્ડના સૌથી મોટા શહેર ગ્લાસગોમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં રાત્રિ ભોજન દરમિયાન ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેને (Lovlina Borgohain) મોટી ભૂલ પકડી હતી. ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2026 Glasgow) માં ભારતીય ખેલાડીઓએ કરેલા અસાધારણ પ્રદર્શન બાદ ‘મિસ્ટર સિંઘસ ઈન્ડિયા’ રેસ્ટોરન્ટમાં રાત્રિ ભોજનનું આયોજન કરાયું હતું અને આ સમયે બોક્સર લવલીનાની નજર નેપકિન ઉપર બનેલા ભારતના નકશા ઉપર પડી હતી. ભારતના નકશાને ખોટી રીતે દર્શાવાયો હોવાથી લવલીના ગુસ્સે ભરાયા હતા. લવલીનાની રજૂઆત બાદ બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પણ વિરોધ નોંધાવ્યો (Boxing Federation of India also lodged a protest) હતો.

UK ના ગ્લાસગોમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં એક જ દિવસમાં 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીતીને 2018ના ગોલ્ડ કોસ્ટ રેકોર્ડની બરાબરી કરી હતી. આસામના રહેવાસી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોર્ગોહેને ગ્લાસગોના રેસ્ટોરન્ટમાં નેપકિન ઉપર ખોટો નકશો જોતા ભડકી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના 2 ઓગસ્ટના રોજ ગ્લાસગોના પ્રખ્યાત રેસ્ટોરન્ટ ‘મિસ્ટર સિંઘસ ઈન્ડિયા – ધ હોમ ઓફ કરી’ (Mister Singh’s India – The Home of Curry) માં બની હતી. જ્યાં કોમનવેલ્થ ગેમ્સમાં સફળ પ્રદર્શન બાદ ભારતીય ટુકડીના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular