West Bengal STF arrests suspected terrorist : બંગાળના બર્ધમાન જિલ્લામાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી હમીમ મંડલ પોલીસ યુનિફોર્મ પહેરીને દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનમાં ઘૂસી તોડફોડ (Plan to sabotage Delhi Jantar Mantar protest) કરવાનો હતો તેવો દાવો પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (STF) કર્યો છે. જૈશ-એ-મોહમ્મદના ઓપરેટીવ હમીમ મંડલે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને રાજ્ય સરકારના એક મંત્રીના પુત્રને હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરી મોટી ખંડણી વસૂલવાનો પણ પ્લાન કર્યો હતો. આ ઉપરાંત બંગાળના CM, વિધાનસભાન વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી, અન્ય રાજકારણીઓ તેમજ પોલીસ અધિકારીઓ કથિત આતંકવાદી મોડ્યુલના નિશાના પર હતા.
STFના IG ગૌરવ શર્માએ જણાવ્યું કે, હમીમ મંડલ (ઉ. 23) ની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે. બંગાળના CM શુભેન્દુ સહિત ઘણા નેતાઓ અને પોલીસ અધિકારીઓ તેના નિશાન પર હતા. હમીમ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો. તેમના કહેવા પર જ નેતાઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો અને માહિતી એકઠી કરી રહ્યો હતો. તેના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા ચેટ્સમાંથી વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પાકિસ્તાની સંપર્કોના પુરાવા મળ્યા હોવાનો પોલીસે દાવો કર્યો છે. હમીમનો તેની ગર્લફ્રેન્ડ અર્પિતા સાથે ચારેક વર્ષ અગાઉ સંપર્ક થયો હતો. અર્પિતા અને હમીમે પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર સંવેદનશીલ માહિતી કાઢવા માટે પ્રભાવશાળી લોકો સાથે અંગત સંબંધો બાંધવાની યોજના બનાવી હતી. હમીમ એન્ક્રિપ્ટેડ ચેટ અને વિદેશી સિમ કાર્ડનો ઉપયોગ કરીને પાકિસ્તાની હેન્ડલર્સ સાથે વાત કરતો હતો અને હેન્ડલર્સના કોડનેમ રાણા, અબીર, હબીબ અને 333 હતા. આરોપીઓ પાસેથી યુનાઇટેડ કિંગડમ અને મેક્સિકોમાં જારી કરાયેલા આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.








