Wednesday, July 15, 2026
HomeNationalસલવાર ઉતારવાના પ્રયાસ માત્રથી દુષ્કર્મના પ્રયાસનો ગુનો સાબિત ન થાય: પટણા હાઈકોર્ટ

સલવાર ઉતારવાના પ્રયાસ માત્રથી દુષ્કર્મના પ્રયાસનો ગુનો સાબિત ન થાય: પટણા હાઈકોર્ટ

- Advertisement -

Attempt to Rape case Patna High Court: પટણા હાઈકોર્ટ (Patna High Court)એ મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે કોઈ મહિલાની સલવાર ઉતારવાનો પ્રયાસ કરવો અને તેની છાતી દબાવી છેડછાડ (Molestation) કરવી માત્રથી દુષ્કર્મના પ્રયાસ (Attempt to Rape)નો ગુનો સાબિત થતો નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી દુષ્કર્મના પ્રયાસને સ્પષ્ટ રીતે દર્શાવતું કોઈ નક્કર કૃત્ય અથવા પ્રવેશ (Penetration)નો પુરાવો ન હોય, ત્યાં સુધી તેને દુષ્કર્મના પ્રયાસ તરીકે ગણાવી શકાય નહીં.

જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહ (Justice Purnendu Singh)એ સેશન કોર્ટ (Sessions Court)ના નિર્ણય સામે દાખલ થયેલી અપીલની સુનાવણી દરમિયાન ભારતીય દંડ સંહિતા (Indian Penal Code – IPC)ની કલમ 376 સાથે કલમ 511 હેઠળ આરોપીની દોષિત ઠરાવતી સજા અને ત્રણ વર્ષની સખત કેદ (Rigorous Imprisonment)ની સજાને રદ કરી હતી. જોકે અદાલતે જણાવ્યું કે આરોપીના કૃત્યથી IPCની કલમ 354 હેઠળ મહિલાની લજ્જા ભંગ (Outraging Modesty of Woman) કરવાનો ગુનો ચોક્કસપણે બને છે.

- Advertisement -

અભિયોજન પક્ષ (Prosecution)ના જણાવ્યા અનુસાર, પીડિતા પોતાના પિતા સાથે ફોટો પડાવવા માટે આરોપીના સ્ટુડિયો (Studio)માં ગઈ હતી. આરોપ હતો કે આરોપીએ પીડિતાના પિતાને બહાર બેસાડીને ફોટો જોવા માટે કહ્યું, ત્યારબાદ સ્ટુડિયોનો દરવાજો અંદરથી બંધ કરી પીડિતાની સલવાર ઉતારવાનો પ્રયાસ કર્યો અને તેનું સ્તન દબાવ્યું હતું. પીડિતાએ બૂમાબૂમ કરતા તેના પિતાએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

હાઈકોર્ટે નોંધ્યું કે જો અભિયોજન પક્ષની સમગ્ર વાતને સાચી માનવામાં આવે તો પણ રેકોર્ડ પર એવો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી કે જેના આધારે આરોપીએ દુષ્કર્મ કરવાનો સીધો પ્રયાસ કર્યો હોવાનું સાબિત થઈ શકે. અદાલતે જણાવ્યું કે પ્રવેશ (Penetration)નો કોઈ પુરાવો અથવા દુષ્કર્મના પ્રયાસને સ્પષ્ટ રીતે દર્શાવતું કોઈ કૃત્ય રેકોર્ડ પર નથી.

અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું કે આરોપીએ બળપ્રયોગ કરીને પીડિતાની લજ્જા ભંગ કરવાનો ગુનો કર્યો હોવાનું ઉપલબ્ધ પુરાવાથી સાબિત થાય છે, પરંતુ દુષ્કર્મના પ્રયાસનો આરોપ સાબિત કરવા માટે તે પૂરતા નથી. આ નોંધ સાથે હાઈકોર્ટે આરોપીને IPCની કલમ 376/511 હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular