Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadદુબઈથી દાણચોરી કરી લવાયેલું 600 ગ્રામ સોનું લૂંટી લેનારી ટોળકીમાં સામેલ મહિલાની...

દુબઈથી દાણચોરી કરી લવાયેલું 600 ગ્રામ સોનું લૂંટી લેનારી ટોળકીમાં સામેલ મહિલાની ધરપકડ, ફરાર આરોપીમાં પોલીસ સામેલ

- Advertisement -

Rogue policeman of Ahmedabad City Police looted smuggled gold : છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI Airport) પર સોનાની દાણચોરીની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી છે. કેટલાંક કિસ્સાઓમાં સોનાની દાણચોરી પકડાઈ જાય છે અને કેટલાંક કિસ્સામાં દાણચોરો સોનું એરપોર્ટની બહાર લઈ આવવામાં સફળ રહે છે. સોનાની દાણચોરીની સાથે સાથે ગોલ્ડ લૂંટી લેવાની ઘટનાઓ (Looting of smuggled gold) પણ વધી છે. દાણચોરીથી લાવવામાં આવેલા સોનાના જથ્થાની લૂંટની અનેક ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ ગણ્યા ગાંઠ્યા કિસ્સાઓમાં લૂંટની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ક્યારેક ATS ના નામે તો ક્યારેક ક્રાઈમ બ્રાંચના નામે દાણચોરીનું સોનું લૂંટી લેવામાં આવે છે. આવી જ એક ઘટનામાં લૂંટારૂ ટોળકીમાં સામેલ મહિલાને ક્રાઈમ બ્રાંચે શોધી કાઢી Airport Police ને સોંપી છે. પોલીસ તરીકેની ઓળખ આપી 600 ગ્રામ સોનાની લૂંટ ચલાવનારી ટોળકીમાં વાસ્તવમાં ત્રણેક પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે. અમદાવાદ શહેર પોલીસની કે કંપનીમાં નોકરી કરતા પોલીસવાળા ધરપકડના ડરથી મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરીને ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

ગત 27 જૂનના રોજ અનવર નામનો એક કેરિયર દુબઈથી 64 લાખની કિંમતનું 600 ગ્રામ સોનું લઈ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. આસાનીથી સોના સાથે એરપોર્ટની બહાર નીકળી સોનું ઉત્તરપ્રદેશ પહોંચાડવા રિસીવર હારીશ અને ઔવેશ નામના બે યુવકોને સોંપ્યું હતું. આ સમયે એક મહિલા અને બે શખસોએ પીછો કરી બોલેરોમાં બેસાડી પોલીસ તરીકેની ઓળખ આપી દાણચોરીથી લવાયેલું સોનું લૂંટી લીધું હતું. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશન (SVPI Airport Police Station) ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલામાં Ahmedabad Crime Branch એ અમરાઈવાડીની પારૂલ મિસ્ત્રીને પકડી એરપોર્ટ પોલીસને સોંપી છે. પારૂલની પૂછપરછમાં K Company માં નોકરી કરતા મહિપાલસિંહ અને મુકેશ નામના બે પોલીસ કર્મચારીઓના નામ સામે આવ્યા છે. આ ઉપરાંત એક મહિલા પોલીસ કર્મચારીનો પતિ મુખ્તીયાર તલાટ પણ આ મામલામાં આરોપી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular