Monday, July 6, 2026
HomeGujaratAhmedabadBhavnagar : પાલીતાણામાં સિંહણે માલધારી ઉપર હુમલો કર્યો, સ્થાનિકોએ પથ્થરમારો કરી યુવકને...

Bhavnagar : પાલીતાણામાં સિંહણે માલધારી ઉપર હુમલો કર્યો, સ્થાનિકોએ પથ્થરમારો કરી યુવકને બચાવ્યો

- Advertisement -

Lioness attacks Maldhari in Palitana : ભાવનગરના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે (Garjiya Palitanana Bhavnagar) અચાનક આવી ગયેલી સિંહણે માલધારી ઉપર હુમલો કર્યો હતો. સિંહણે વાછરડીનું પણ મારણ કર્યું હતું. ઘર આંગણે બનેલી ઘટનામાં કાળુભાઈ ગમારાને ખભા તેમજ હાથના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સિંહણે માલધારી ઉપર હુમલો કર્યા બાદ તેમને પકડી રાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ (Viral video) થયો છે. જેમાં સિંહણને છોડી દેવા માટે માલધારી સિંહણને હાથ વડે માથા તેમજ ગળાના ભાગે પંપાળતો દેખાય છે. સિંહણના હુમલાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ (Lioness attack creates fear) છવાઈ ગયો છે.

આજે સોમવારે સવારે પાલીતાણાના ગરજીયા ગામે રહેતા કાળુ ગમારાના રહેઠાણ પાસે અચાનક સિંહણ આવી પહોંચી હતી. સિંહણે કાળુભાઈ પર હુમલો કરતા તેઓ જમીન પર પટકાઈ ગયા હતા. ત્યારબાદ સિંહણ તેમના બંને પગ પર બેસી ગઈ હતી. આ ઘટના બનતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને શરૂઆતમાં બૂમો પાડી સિંહણને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સિંહણ ટસની મસ નહીં થતા લોકોએ પથ્થરમારો કરીને યુવકને છોડાવવા મથામણ કરી હતી. દરમિયાનમાં માલધારી સિંહણને માથા તેમજ ગળાના ભાગે હાથ ફેરવતો વીડિયોમાં જોવા મળે છે. આ ઘટનાને લઈને વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સિંહણે કરેલા હુમલાને લઈને તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular