Shankaracharya of Dwarka Peeth attacks Ram temple donation theft case : રાજકોટના કુવાડવા ખાતે યોજાયેલા ગુરૂદત મઠના ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્યએ રામ મંદિર દાન ચોરી મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રામ મંદિરના દાનની ચોરી કરનારાઓને ચોક્કસથી દંડ થવો જોઈએ. મંદિર પરંપરા સરકારી અધિકારીઓથી નહીં પરંતુ સંતોથી ચાલે છે. નામ હિન્દુસ્તાન છે અને અહીં હિન્દુઓનું અપમાન થઈ રહ્યું છે.
ભગવાન દત્તાત્રેયની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ (Prana Pratishtha of Lord Dattatreya Temple Rajkot) ના કુવાડવા ખાતે દ્વારકા સ્થિત પશ્ચિમનાય શ્રી શારદા પીઠના હાલના શંકરાચાર્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પધાર્યા હતા. રામ મંદિરના દાનમાં થયેલી ચોરી અંગે તેમણે જણાવ્યું હતું કે, જેમણે અપરાધ કર્યો છે તેમને અવશ્ય દંડ થવો જોઈએ. મંદિરનું કામ એ સાધુ-મહાત્માઓ અને સંતોનું કામ છે. મંદિર પરંપરા એ સંતોથી ચાલે છે અધિકારીઓથી નહીં. સનાતન ધર્મના હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. અન્ય ધર્મમાં સરકારનો હસ્તક્ષેપ નથી. હિંદુઓ સાથે ભેદભાવ છે. નામ હિન્દુસ્તાન છે અને હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે.








