Sunday, June 21, 2026
HomeGujaratAhmedabadAhmedabad : સ્પા સેન્ટરમાં ગ્રાહકોને સપ્લાય થતાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, અન્ય કિસ્સામાં...

Ahmedabad : સ્પા સેન્ટરમાં ગ્રાહકોને સપ્લાય થતાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, અન્ય કિસ્સામાં કુરિયરથી ડ્રગ્સ મોકલવાનો ખેલ ખૂલ્યો

- Advertisement -

DGP G S Malik has given orders to file NDPS case : ગુજરાતમાં વધી રહેલા ડ્ર્ગ્સના દૂષણને નાથવા માટે સરકાર તેમજ પોલીસ મક્કમ બની છે. નવ નિયુક્ત રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે ડ્રગ્સના કેસો શોધી કાઢવા રાજ્યભરની પોલીસને તાજેતરમાં આદેશ આપ્યો છે. આ આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ ડ્ર્ગ્સ કેસ શોધવામાં લાગી ગઈ (Police across the state started investigating drug cases) છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાલના એક ફલેટ તેમજ બાપુનગરમાં આવેલી કુરિયર કંપનીની ઑફિસ ખાતેથી કુલ 521.55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone Drugs) નો જથ્થો કબજે કરી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે સ્પા સેન્ટરના ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના પીઆઈ ઘાસૂરાની ટીમને બાતમી મળી હતી કે, સ્પા ચલાવતો તેજસ ઠક્કર ઉર્ફે મોન્ટુ ડ્રગ્સનો ધંધો કરે છે. જે માહિતીના આધારે વસ્ત્રાલના સૂર્યમ એલીગન્સના ફલેટ નંબર એચ-504 ખાતે દરોડો પાડતા ત્યાંથી તેજસ રાજેશકુમાર ઠક્કર ઉર્ફે મોન્ટુ (મૂળ રહે. પાટડી, સુરેન્દ્રનગર) તેમજ તેનો કર્મચારી અજય જયસ્વાલ ઉર્ફે અજ્જુ (મૂળ રહે. ઉત્તરપ્રદેશ) મેફેડ્રોન ડ્રગ્સ સાથે મળી આવે છે. બંને આરોપીઓ તેમજ ફલેટમાંથી કુલ 150 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે કબજે કર્યું છે. તેજસ ઉર્ફે મોન્ટુ નજીકમાં આવેલા વસ્ત્રાલમાં સ્પા સેન્ટર ચલાવે છે અને તેમાં આવતા ગ્રાહકોને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડે છે.

- Advertisement -

બીજા એક દરોડામાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ જેબલિયાની ટીમે બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાંથી અશોકકુમાર બિશ્નોઈ ઉર્ફે આસુરામ (રહે. રાજસ્થાન) પાસેથી 20.57 ગ્રામ એમડી મળી આવ્યું હતું. જ્યારે આરોપીની પૂછપરછમાં બાપુનગર શ્યામશિખર કોમ્પલેક્ષમાં આવેલા શ્રી મારૂતિ કુરિયર ખાતેથી ડ્રગ્સના પાર્સલ બેંગ્લોર ખાતે મોકલ્યા હોવાની કબૂલાત કરતા પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસ ટીમને ત્યાંથી મળી આવેલા પાર્સલમાંથી 350 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવે છે. અશોક ઉર્ફે આસુરામ છેલ્લાં એક મહિનાથી હેમરાજ બિશ્નોઈ ઉર્ફે હેમાના ઈશારે રાજસ્થાનથી બસમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવી કુરિયરમાં મેડિકલ પાર્સલ કહીને બેંગ્લોર ખાતે મોકલતો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular